મેંદરડા શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગોને શિવરાત્રી મેળો માણ્યો

મેંદરડા શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર પ્રકાર ના મનોદિવ્યાંગ બાળકો માટે ની સંસ્થા મેંદરડા માં કાર્યરત છે તેમાં ૨૫ જેટલા મનોદિવ્યાંગ આશરો લઈ રહ્યા છે જેમને પોતા ની દૈનિક ક્રિયા ઓ પણ સમજણ નથી તેવા આ મનોદિવ્યાંગો ને અવાર નવાર સામાજિક મેળાવડા ઓ પ્રવાસો માં લઇ જવામાં આવે છે તેનાથી તેમના રૂટિગ માં ધણો સારો એવો ફેરફાર થાય છે અને આ મનોદિવ્યાંગો માં ઉત્સાહ અને આનંદ જોવા મળે છે/
આ અંગે સંસ્થાના પ્રમુખ કૌશિકભાઈ જોશી ઉપપ્રમુખ ડો ભનુભાઈ વ્યાસ સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા મનોદિવ્યાંગો ને જગવિખ્યાત જુનાગઢના મહાશિવરાત્રી મેળામાં લઇ જવાનો સરાહનીય નિર્ણય કરાયો ગરવા ગિરનારની ગોદમાં નર્સગિક વાતાવરણમાં મનોદિવ્યાંગો અતિ આનંદિત થયા હતા સાધુ સંતો અને મહતો તરફ થી મનોદિવ્યાંગોને સારો આવકાર પ્રેમની લાગણી પ્રાપ્ત થઈ જાણે મનોદિવ્યાંગો તરફથી અંતરથી ઉદગાર નીકળતો હોય કે અમે પણ સભ્ય સમાજ અને માનવ સમાજના મૂળ પ્રવાહમાં જ સ્થાપિત છીએ.
મનોદિવ્યાંગોના ચહેરા પર સત્કાર નો સ્પષ્ટ ભાવ તાદ્રશ્ય થઈ રહ્યો હતો આખો દિવસ મનોદિવ્યાંગો એ મોજ ભરી ને મેળો માણ્યો હતો અને સંસ્થાની ઉમદા કામગીરી ને સાર્વત્રિક રીતે બધા એ બિરદાવી હતી શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલક શ્રી કૌશિકભાઈ જોશી સહિત સંસ્થાના ટ્રસ્ટીઓએ ગિરનાર શિવરાત્રી મેળા માં આયોજક સાધુ સંતો નો સહહદય થી આભાર પ્રગટ કર્યો હતો પોતે સંપૂર્ણ વિકલાંગ હોવા છતાં અનેકો મનોદિવ્યાંગોના પાલનહાર તરીકે સેવારત કૌશિકભાઈ જોશી ની હિંમત જોય સંતો એ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા