વિજયનગરના નીલકંઠ મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણી

- વિજયનગરના નીલકંઠ મહાદેવ મંદિરે શિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી
વિજયનગર તાલુકામાં મહાશિવરાત્રીના પાવન પ્રસંગે વણધોલ વાલકેશ્વર મહાદેવ મંદિર, વિરેશ્વર , શારણેશ્વર , જામણીયા , ભુવનેશ્વર , નીલકંઠ મહાદેવ,નળિયાવાડા,વિજયનગર ,ધારેશ્વર , વદરી , હરણેશ્વર મહાદેવ ખોખરા ખાતે શિવરાત્રીની વિશેષ પૂજા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારી ટિમ વિજયનગર ના નીલકંઠ મહાદેવ મંદીરે પોહચી અને વાર્તાલાપ કર્યો ત્યારે જાણવા મળેલ કે જય અંબે યુવા મિત્ર મંડળ વિજયનગર છેલ્લા 21 વર્ષ થી કારગિલ માં સૈનિકો ની રક્ષા ની ઉમદા ભાવનાથી અંબાજી જતા પદયાત્રીઓ ને ભોજન પ્રસાદ તેમજ મહા શિવરાત્રી ની દિવસે નીલકંઠ મહાદેવ મંદિર માં ભક્તજનો માટે ફરાર ની પ્રસાદ આપવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન જય અંબે યુવા મિત્ર મંડળ વિજયનગર ના સભ્યો કરે છે અને એનું દાન વિજયનગર ના ધર્મ પ્રેમી દાતાઓ આપે છે વિશ્વ ની ભારત માં ભવ્ય સંસ્કૃતિ નું જતન અને સવર્ધન થાય એના માટે જય અંબે યુવા મિત્ર મંડળ સદૈવ તત્પર છે.શિવભક્તો પણ ભોળાનાથની ભજન કિર્તન કરી પુજા પાઠ કરવા થનગની રહ્યા રહ્યા હતા અને . ભક્તજનોમાં આનંદની લાગણી દેખાઈ રહી હતી . સો ધર્મપ્રેમી જનતા ને જય અંબે યુવા મિત્ર મંડળ વિજયનગર તરફ થી મહા શિવરાત્રી ની હાર્દિક શુભ કામનાઓ પાઠવિ હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)