ઓફિસનો સોદો કરી રૂ.૪૦ લાખ લીધા બાદ બીજાને વેચી દેનાર શખ્શની ધરપકડ

વડોદરા,
વડોદરાના અટલાદરા વિસ્તારમાં ઓફિસ ધરાવતા માલિકે આણંદના કન્સલ્ટન્ટને ઓફિસ વેચી રૂપિયા મેળવી લીધા બાદ ત્રાહિત વ્યÂક્તને ફરીથી ઓફિસ વેચી દેતા તેની મુંબઇ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
અટલાદરામાં મેફેર એટ્રિયમ બિÂલ્ડંગમાં ઓફિસ ધરાવતા અબ્દુલ રહેમાન સફરી રહે. પવન વીર એપાર્ટમેન્ટ, પ્રતાપગંજએ આણંદના કરમસદ ખાતે રહેતા અને ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટનું કામ કરતા અમિતભાઈ મોટાણીને અઢી વર્ષ પહેલા રૂ.૫૦ લાખમાં ઓફિસ વેચી હતી.
અમિતભાઈએ ઓફીસનું રૂ.૪૦ લાખનું પેમેન્ટ ચૂકવી દીધું હતું અને પત્નીના નામે ઓફિસનું બાનાખત કર્યું હતું. પરંતુ તેઓ થોડા સમય પહેલા ઓફિસે ગયા ત્યારે તેમણે ખરીદેલી ઓફિસ પર ભગીરથસિંહ જાડેજાનું બોર્ડ લાગેલું હતું. જેથી અમિતભાઈને શંકા જતા તેઓ પ્રતાપગંજ ખાતે અબદુલભાઇના મકાને ગયા હતા, પરંતુ ત્યાં તેઓ મળી આવ્યા ન હતા તેમજ તેમનો ફોન પણ બંધ થઈ ગયો હતો. આખરે અમિતભાઈએ પોલીસ ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે અબ્દુલ સફરીને મુંબઇ ખાતેથી ઝડપી પાડયો છે.