સાત સમંદર પાર અમેરીકાથી ગુંજ્યો જય ગુજરાત જય અમેરીકાનો નાદ

સાત સમંદર પાર અમેરીકાથી ગુંજ્યો જય ગુજરાત જય અમેરીકાનો નાદ
Spread the love

શક્તિ ભક્તિ અને શ્રદ્ધા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર અરાવલી ના પહાડો પર વસેલું છે આ ધામ મા વર્ષે દહાડે લાખો કરોડો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હોય છે આ ભક્તો મા એનઆરઆઈ ભક્ત નો પણ સમાવેશ થાય છે હાલ મા ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના મોંઘેરા મહેમાન બનવા જઈ રહ્યા છે ત્યારે 24 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ ના મોટેરા ખાતે આવેલા મોટેરા વિશ્વ લેવલ ક્રિકેટ સ્ટેડીયમનું લોકાર્પણ થવાનું છે ત્યારે આ સ્ટેડીયમ નું લોકાર્પણ ટ્રમ્પ અને ભારત દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે થવાનું છે ત્યારે મૂળ ગાંધીનગર પાસે ના અને હાલ અમેરીકા સ્થાઈ થયેલા ગુજરાતી પરીવાર નો 7 વર્ષ નો પુત્ર જય ગુજરાત અને જય અમેરીકા સાથે મોદી અને ટ્રમ્પ ને શુભકામના આપી રહ્યો છે.

ગાંધીનગર પાસે ના અંબિકા નગર ના વખરીયા સ્કૂલ પાસે ના વિસ્તાર મા રહેતા અને 2000 ની સાલ મા અમેરીકા સ્થાઈ થયેલા હેમંત રાવ અને નિકિતા રાવ જે અમેરીકા ઍટલાંટકા ના જ્યોર્જિયા શહેર મા સ્થાઈ થઇ પોતાનો બિઝનેસ શરુ કરેલ છે તેમના પતિ બિઝનેશમેન છે જયારે તેમના પત્ની હાઉસ વાઈફ છે તેમના 3 સંતાનો છે જે પૈકી 2 દીકરી અને એક 7 વર્ષ નો પુત્ર માનવ રાવ છે ,માનવ રાવ જ્યારથી સમજતો થયો ત્યારથી નરેન્દ્ર મોદી નો જબરદસ્ત ફેન છે તેને અત્યાર સુધી 20 થી 25 ભજન પણ ગાયા છે અને પોતાની યુ ટ્યુબ ચેનલ પર સારા સારા વિડિઓ પણ બનાવ્યા છે.

હવે જયારે 24 ફેબ્રુઆરી ના રોજ અમેરીકા ના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગજરાત નીમુલાકાત એ છે ત્યારે આ માનવ રાવ એ પોતાનો વિડિઓ મૂકી ટ્રમ્પ અને મોદી ને શુભ કામના આપી છે ,આ વિડિઓ મા આ નાનો બાળક મોદી અને ટ્રમ્પ ને ગુજરાત ના મોટેરા સ્ટેડીયમ ના લોકાર્પણ પર ખુબ ખુશી જતાવે છે, આમ ગુજરાતી તરીકે આ પરીવાર ના સંસ્કાર સાત સમુન્દર પાર ગયા બાદ પણ બદલાયા નથી ,માનવ રાવ ના પિતા હેમંત રાવ અને માતા નિકિતા રાવ અંબાજી માતા અને ખોડીયાર માતાજીના ભક્ત છે.

અમિત પટેલ (અંબાજી)

Amit Patel

Amit Patel

Right Click Disabled!