પત્રકાર ઉપર થયેલ હૂમલો દર્શાવે છે કે અમદાવાદમાં બાહુબલી રાજ છે !

પત્રકાર ઉપર થયેલ હૂમલો દર્શાવે છે કે અમદાવાદમાં બાહુબલી રાજ છે !
Spread the love

અમદાવાદમાં પત્રકાર એકતા સંગઠન ના જીલ્લા પ્રમુખ અને પત્રકાર પર કસાઇઓનો જીવલેણ હુમલો

અમદાવાદમાં પત્રકાર એકતા સંગઠન ના જીલ્લા પ્રમુખ અને પત્રકાર પર કસાઇઓનો જીવલેણ હુમલો થતા ફરી પત્રકારો ની સલામતી સામે પ્રશ્નાર્થો સર્જાવા પામ્યા છે. પત્રકારોના પ્રાણપ્રશ્નોને વાચા આપતા સંગઠન પત્રકાર એકતા સંગઠનના અમદાવાદ જીલ્લા પ્રમુખ અને લોકફરિયાદના નિવાસી તંત્રી હસુભાઇ પટેલ તથા પત્રકાર સંજયભાઇ પર અમદાવાદમાં જમાલપુર ખાતે ત્રણ પાડાઓને લઈ જતી રીક્ષામાથી પાડાઓને મુક્ત કરાવવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પકડવામાં આવેલ.

જેના અનુસંધાનમાં કંટ્રોલ મેસેજ કર્યો હતો અને ગાયકવાડ દાણીલીમડા અને કાગડાપીઠ પોલીસની વાહનોની હાજરીમાં જીવદયા ટ્રસ્ટના મેમ્બરો તેમજ પત્રકારો સંજયભાઇ ઠક્કર અને હસમુખ પટેલ જે તે વખતે રેકોર્ડિંગ કરતા હતા. તે વખતે કસાઈઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સંજયભાઇ ઠક્કરને માથાના ભાગમાં ઈજાઓ થઈ છે તેમજ જમણા હાથના ભાગમાં લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરતાં ઘવાયા છે. સંજયભાઇ ઠક્કર વધુ પડતા ઘવાયા હોઇ તાત્કાલિક એલ.જી.હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા છે. પત્રકાર એકતા સંગઠનના અમદાવાદ જીલ્લા પ્રમુખ હસમુખ પટેલ અને ઉપપ્રમુખ સંજયભાઇ ઠક્કર ઉપર હુમલો એ પત્રકાર પર હુમલો છે.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Admin

Admin

9909969099
Right Click Disabled!