સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ તરફથી સાબુધર સેવાવસ્તી, શક્તિનાથ ખાતે બાળકોને મિઠાઈઓ-ફળોનું વિતરણ

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તરફથી સાબુધર સેવાવસ્તી, શક્તિનાથ, ભરૂચ ખાતે બાળકો ને મિઠાઈઓ અને ફળો ના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સંસ્કૃતિ ટ્રસ્ટ ના સદસ્ય અને અંબાલાલ પાર્ક સોસાયટી ના રહિશ ભાવનાબેન વ્યાસ અને રેશ્માબેન ધુલીયા ના સહયોગ થી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હેમાબેન પટેલ, સંગીતાબેન ધોરાવાલા, કલ્પનાબેન દવે, ચૈતાલીબેન શાહ, સંગીતાબેન મોકાણી, પાયલબેન શાહ, દિપાલીબેન બારોટ સહિત ના સભ્યોએ હાજર રહી બાળકો સાથે રમતો રમી મિઠાઈઓ તથા ફળો વહેચી આનંદ પ્રમોદ સાથે સમય વિતાવ્યો હતો.