અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબેન ગજેરા સંકુલ ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સ

અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણીક સંકુલની વઘાસિયા કોમર્સ કોલેજ તથા સૌરાષ્ટ્ર મુનિ.ના આઇક્યુએસીના સંયુક્ત ઉપક્રમે “પ્રર્વતમાન કોમર્સ, મેનેજમેંટ એન્ડ ઇન્ફમેશન ટેક્નોલોજી” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ સૌ.યુનિ.રાજકોટના સિન્ડિકેટ સભ્યશ્રી ડો.ગીરીશભાઈ ભીમાણીના મુખ્ય મહેમાન પદે તથા ગજેરા સંકુલના ટ્રસ્ટી તથા કેમ્પસ ડાયરેક્ટર ચતુરભાઈ ખૂંટ હોસ્ટેલ ડાયરેક્ટર વલ્લભભાઈ રામાણી, કમાણી સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.અતુલભાઈ પટેલના અતિથિ વિશેષ પદે યોજાઇ હતી.
કોન્ફરન્સનું ઉદ્દઘાટન ડો.ગિરીશભાઈ ભીમાણી તથા શબ્દોથી સ્વાગત કોન્ફરન્સ કન્વીનર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ઉદ્દઘાટન પદેથી સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રતિનિધી સિન્ડિકેટ વિવિધ મુદ્દાઓ પર સવિસ્તાર થી છણાવટ કરી અવગત કર્યા હતા. આભાર દર્શન હોસ્ટેલ ડાયરેક્ટર વલ્લભભાઈ રામાણીએ તથા સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા લાયબ્રેરીયન રસીકભાઈ, સ્પોર્ટ ડાયરેક્ટર મગનભાઇ વસોયા, પ્લાઝા ડાયરેક્ટર મુકેશભાઇ શિરોયાએ માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ નેશનલ કોન્ફરન્સની સફળતા બદલ સ્થાપક પ્રમુખ અને કેળવણીકાર વસંતભાઇ ગજેરા, નિયામકશ્રી મનસુખભાઇ ધનાણીએ અભિનંદન આપ્યા હતા.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા