ઘોર કળિયુગ..!! જમીન બાબતે પુત્રએ પિતાની ધારીયાના ૧૦ ઘા મારી હત્યા કરી

સુરત,
વાંસદા સરાગામના પૂર્વ સરપંચ બાબુભાઇ કરશનભાઈ પટેલ પર થયેલા ઘાતકી હુમલામાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પહેલી પત્નીના પુત્ર દ્વારા ધારીયાના ૧૦થી ૧૨ ઘા મારવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાબુભાઈને પ્રથમ વાંસદા બાદ વલસાડ અને ત્યારબાદ સુરત સિવિલ હોÂસ્પટલ દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
વાંસદાના સરાગામ ખાતે પૂર્વ સરપંચ બાબુભાઇ કરશનભાઈ પટેલ (ઉ.વ. ૭૨) બીજી પત્ની અને ત્રણ પરિણિત દીકરીઓ પૈકી એક વિધવા દીકરી સાથે રહેતા હતા. ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ બપોરે ખેતરમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન પહેલી પત્ની કાંતાબેનના બે પુત્રો પૈકી નૈનેશે હુમલો કરી પેટ, હાથ અને માથામાં ધારીયાના ૧૦થી ૧૨ ઘા માર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાબુભાઇને પ્રથમ વાંસદા બાદ વલસાડ અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા. બાબુભાઈનું સારવાર દરમિયાન સોમવારની વહેલી સવારે ૨ઃ૩૦ વાગ્યે મોત નિપજતા વાંસદા પોલીસ પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ પહોંચી હતી. જ્યારે હુમલાખોર પુત્ર નૈનેશની વાંસદા પોલીસે ધરપકડ કરી છે.
બાબુભાઇ સરા ગામ પંચાયતના પૂર્વ સરપંચ હતા. બાબુભાઇ બીજી પત્ની રમીલા અને ત્રણ પરિણિત દીકરીઓ પૈકી એક વિધવા દીકરી સાથે રહેતા હતા. બાબુભાઇએ બન્ને પત્નીઓના નામ પર ઘર અને જમીન સરખે હિસ્સે નામ પર વારસાઈ કરી પણ દીધા હતા. જાકે, ૩ વિંગા જમીન નામ પર કરી દેવા નૈનેશ દબાણ કરતો હતો. દરમિયાન બાબુભાઇ પર બે વર્ષમાં પાંચમી વાર કરાયેલો હુમલો જીવલેણ સાબિત થયો હતો.