રાજકોટ શહેર અમિન માગૅ પરથી એક ૫ વર્ષની બાળકી મળી આવી

સુચના અન્વયે તા.૨૫.૨.૨૦૨૦ ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમિન માગૅ ઉપરથી એક બાળકી ઉ.૫ વષૅ મળી આવેલ છે. અને તેનુ નામ બુદરૂ બતાવેલ છે. માતાનુ નામ પુથુલ બતાવેલ છે. જેઓ મોરબી કોઈ ટાઈલ્સના કારખાનામાં કામ કરે છે. તેવી હકીકત જાણવેલ છે. જેથી આ બાબતે મોરબી કંટ્રોલરૂમ ખાતે જાણ કરવામાં આવેલ છે. અને હાલ તેના માતાપિતા મળી આવેલ નથી. આ બાળકી એ પોપટી કલરનુ ફોક તથા બલુ કલરની લેગીજ પહેરેલ છે. વાને શ્યામ વરણી છે. અને હિન્દી ભાષા બોલે છે. બાળકીની ઉંચાઈ ૩ ફુટની છે અને પાતડા બાંધાની છે. હાલ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)