અમરેલી બરામાં તાપડીયા આશ્રમમાં ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ

અમરેલી બરામાં તાપડીયા આશ્રમમાં ચાલતા ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ઉપસ્થિત રહી પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરી ધાર્મિક મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. વાવો બાબરામાં તાપડીયા આશ્રમમાં ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં આજે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા અને અહીં તાપડીયા આશ્રમના મહંત શ્રી પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના આશીર્વાદ મેળવી ધાર્મિક મહોત્સવના વિવિધ કાર્યક્રમોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરે તાપડીયા આશ્રમના સેવક સમુદાય પાસેથી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ૧૦૮ કુંડી યજ્ઞ સહિતના કાર્યક્રમોની માહિતી મેળવી હતી અહીં નવ નિર્માણ મંદિર ની મુલાકાત કરી હતી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સાથે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : જય આગ્રાવત (અમરેલી)