ડીસા પત્રકાર એકતા સંગઠનની રચના કરવામાં આવી

બનાસકાંઠાના દરેક તાલુકાઓમાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવાની કવાયત વચ્ચે આજ તા :- 01/03/2020ને રવિવારના રોજ બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી ના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર, ભીલડી પ્રમુખ નરસિંહભાઈ દેસાઇ વડાવલ, સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ડીસાના વિશ્રામ ગૃહ ખાતે યોજાયેલી ડીસા શહેર ના પત્રકારોની બેઠકમાં પત્રકાર એકતા સંગઠનની ડીસા ટીમની રચના કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી જેમાં ડીસા શહેર પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે દીલીપભાઇ ત્રિવેદી , ઉપપ્રમુખ તરીકે રવિભાઇ ખત્રી તથા હર્ષદભાઇ સોની, મહામંત્રી તરીકે કાંતીભાઇ લોધા તથા આનંદભાઇ ઠકકર, મંત્રી તરીકે અંકુરભાઇ ત્રિવેદી તથા નિરજભાઇ બોડાણા , સહમંત્રી તરીકે કાંતીભાઇ જોષી તથા હસમુખભાઈ ઠકકર , ખજાનચી તરીકે દરગાભાઇ સુંદેશા અને આઇટી સેલના કન્વીનર તરીકે પ્રતિકભાઇ રાઠોડની બિનહરીફ વરણી કરાઈ હતી. ડીસા પત્રકાર એકતા સંગઠનના હોદેદારોએ એકબીજાને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પત્રકાર એકતા સંગઠનના બાહોશ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા, સંયોજક સલીમભાઈ બાવાણી, સલાહકાર ગૌરાંગ પંડ્યા, જગદીશસિંહ રાજપૂત અને ગિરવાનસિંહ સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરે પત્રકાર એકતા સંગઠનોની રચના કરવામાં આવી રહી છે.જેમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રદેશ ઉપપ્રમુખ જગદીશસિંહ રાજપૂત અને ઝોન પ્રભારી અંબાલાલ રાવલના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગૌસ્વામી સાહેબના અવિરત પ્રયત્ન થકી વિવિધ તાલુકા એકમોની ઝડપભેર રચના કરી રહ્યા છે, જે અંતર્ગત રવિવારે ડીસા શહેર પત્રકાર એકતા સંગઠનની રચના કરાયા બાદ આગામી સમયમાં ડીસા તેમજ અન્ય તાલુકા સંગઠનોની પણ રચના થનાર છે. ડીસા શહેરની રચના બાદ ઉપસ્થિત પત્રકાર મિત્રોએ નવા હોદ્દેદારોનું ફુલહાર સાથે સ્વાગત કરી મો મીઠું કરાવી પત્રકાર એકતા સંગઠનની રચનાને વધાવી લીધી હતી.
રિપોર્ટર :- તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)