જેતપુરમાં બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી

- જેતપુરમાં આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં ધો.૧૦માં ર૬૬૭, ધો.૧ર સા.પ્ર.ના ૧૪૦પ તથા વિ.પ્ર.ના ર૭૦ વિધાર્થીઓ પરીક્ષા આપશે
વિધાર્થી જીવનકાળની પહેલી બોર્ડની પરીક્ષા આવતા ઘણા વિધાર્થીઓ મુંજવણમાં મુકાય તો કેટલાક વિધાર્થીઓ જુસ્સા સાથે તૈયારી બતાવતા નજરે ચડતા હોય છે. આજથી તા.પના રોજ બોર્ડની પરીક્ષાનો શુભારંભ થઇ રહ્યો છે, ત્યારે જેતપુરમાં ૯ સ્કૂલ કેન્દ્રોમાં ૮૯ બ્લોકમાં ધો.૧૦માં કુલ ર૬૬૭ વિધાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધો.૧ર સામાન્ય પ્રવાહમાં પાંચ સ્કૂલ કેન્દ્રોમાં ૪૭ બ્લોકમાં ૧૪૦પ વિધાર્થીઓ પરીક્ષા આપશે તેમજ વિજ્ઞાન પ્રવાહમાં બે સ્કૂલ કેન્દ્રોમાં ૧૪ બ્લોકમાં ર૭૦ વધાર્થીઓ પરીક્ષા આપી ઉચ્ચ સીધ્ધીઓ હાંશલ કરે તેવું દરેક વિધાર્થીઓના વાલીઓ ઇચ્છી રહ્યા છે.
જ્યારે દેવકી ગાલોળના વિધાર્થીઓને પરીક્ષા આપવા અવન જવન ૪૦ કિ.મી. સુધી મુસાફરી કરવી પડશે જ્યારે જેતપુરથી આશરે ર૦ કિ.મી. દુર આવેલ તાલુકાનું છેલ્લું ગામ દેવકી ગાલોળના આશરે ૧ર૦ ધો.૧૦ના વિધાર્થીઓ માટે જેતપુર શહેરમાં પરિક્ષા આપવાનું જાહેર થયેલ છે, જ્યારે ધો.૧રનું કેન્દ્ર ભેંસાણ રાખવામાં આવેલ છે.
જા કે આ વર્ષથી જ ધો.૧૦નું કેન્દ્ર જેતપુર આવેલ છે, તે પહેલા બરવાળા કેન્દ્ર હતું, પરંતુ બરવાળા કેન્દ્ર બંધ થતાં તાલુકાના નજીકના ક્ષેત્રમાં પરિક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવેલ જેથી જેતપુરમાં પરીક્ષા આપવાની ફરજ પડશે તેવી માહિતી જેતપુરના કાઉન્સલર વી.ડી.નૈયાએ જણાવી હતીજ્યારે આજે પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થી ઓનો ઉત્સાહ વધારવા વિવિધ સંસ્થા ઓ દ્વારા કુમકુમ તિલક કરી શુભેચ્છા આપી હતી અને વિદ્યાર્થી ઓના મો મીઠાં કરાવી ઉત્સાહ વધાર્યો હતો
હરેશ ભાલીયા (જેતપુર)