ઉપલેટાના તુવેર વેચવા આવેલ ખેડૂતો સરકારની બેદરકારીનો ભોગ બન્યા

સરકાર દ્વારા ટેકાના ખરીદીમાં ઘણી બધી જગ્યા એ બેદરકારી જોવા મળે છે, જેને લઇને ખેડૂતોને હેરાન પરેશાન થઇ રહ્યા છે, ઉપલેટાના તુવેર વેચવા આવેલ ખેડૂતોને આજે સરકારની બેદરકારીનો ભોગ બન્યા હતા અને ખેડૂતો રોષે ભરાયા હતા. અહીં આવેલ ખેડૂતો ટેકાના ભાવે તુવેર વેચવાથી વંચિત રહ્યા હતા. ગુજરાતભરમાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થઇ રહી છે.
ત્યારે ઉપલેટામાં પણ તુવેરની ખરીદી શરૂ થઇ હતી, આજે પ્રથમ દિવસે સરકાર દ્વારા 50 જેટલા ખેડૂતો ને મેસજ કરી ને તુવેર વેચાવા માટે બોલાવ્યા હતા, આસ પાસના ગામો અને તાલુકામાંથી તુવેર વેચવા આવેલ ખેડતો હેરાન પરેશાન થયા હતા, કારણ કે સરકાર દ્વારા તુવેરની કામગીરી માટે કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવેલ ના હતી.
જેમાં સરકાર દ્વારા તુવેરની જોખ ને તેના પેકીંગ માટે કોઈ મજુરની વ્યવસ્થા ના હતી. સરકાર દ્વારા આજે પ્રથમ દિવસે તુવેરના પૅકિંગ માટે જોઈતા બારદાન જ ના હોય તુવેરનું પેકીંગ કેમ કરવું તે પ્રશ્ન ઉભો થયો હતો, જેને લઇ ને આજે ટેકા ના ભાવે તુવેર ની ખરીદી બંધ રહી હતી, દૂરથી આવેલ ખેડૂતો રોષે ભરાયેલ હતા અને સરકાર વિરોધી સૂત્રો ચાર કરેલ હતા.
જયારે આબાબતે ઉપલેટા ના ખરીદી નિરીક્ષકને ગોડાઉન મેનેજર ને પુછાતા, ઉપલેટામાં બારદાન અને મજૂરો ના હોય તુવેરની ટેકાના ભાવની ખરીદી બંધ રહી હતી, જે આવતા 1-2 દિવસ માં સરકાર દ્વારા સામગ્રી અને વ્યવસ્થા કરવામાં આવતા ફરી શરૂ કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપેલ હતી.
હરેશ ભાલીયા (જેતપુર)