રાજુલા ડોલીયા હેલ્થ સેન્ટરમાં હેલ્થ સર્વે કરાયું

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ડોળીયામા ડુંગર સરકારી દવાખાનાના સ્ટાફ દ્વારા કોમ્પ્રીહેન્સીવ ફેમિલી હેલ્થ સર્વે તેમજ બેઠાડું જીવનશૈલી અને ફાસ્ટ ફૂડ લાઈફને કારણે વધતી જતી બીપી અને ડાયાબિટીસ જેવી ભયંકર પરંતુ વહેલું નિદાન અને સારવારથી નીવારી શકાય તેવી આ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ-બીમારીઓનું સર્વે ઘરે ઘરે જઈને તમામ ઘરના વ્યક્તિઓની પુછપરછ કરી હેલ્થ સ્ટાફ દ્વારા આ સુંદર કામગીરી કરવામાં આવી જેમાં ડોળીયા સબ સેન્ટરના ડોળીયા,છાપરી તેમજ મોટા રીંગણીયાળા ગામોમાં આ કામગીરી કરવામાં આવેલ.
આ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા ત્રણેય ગામોમાં એએનસી, પીએનસી, ઝીરોથી પાંચ વર્ષના બાળકો, તરુણ-તરુણીઓ તેમજ લાયક-લક્ષીત દંપતીની તમામ માહિતી એકત્રિત કરી અને સરકારશ્રી દ્વારા ચાલતા વિવિધ કાર્યક્રમ અંતર્ગત આ લાભાર્થીઓને વધુમાં વધુ લાભ આપી શકાય તે માટે જરૂરી ડેટા એકત્ર કરવામાં આવ્યા તેમજ બાળમરણ અને માતામરણ ઘટાડવાના સરકારના પ્રયાસો સફળ થાય તે માટે આ કામગીરી અત્યંત ઉપયોગી નીવડે છે. આ સમગ્ર કામગીરીનુ મોનિટરીગ અને સુપરવિઝન તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા, એમઓ ડૉ.એન. કે. વ્યાસ, સીએચઓ ડો. હીમા હડિયા, સુપરવાઈઝર માલતીબેન પીપળીયા અને નજુભાઈ કોટીલા દ્વારા કરવામા આવેલ જે યાદીમા જણાવેલ છે.