પોલીસ કોન્સ્ટેબલે વાહનચાલક પાસેથી ૫૦૦ રૂપિયાની લાંચ લીધી : વીડિયો વાઇરલ.

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ વાહનચાલક પાસેથી ૫૦૦ની લાંચ લેતો હોય તેવું નજરે પડે છે. ટોઇંગ વાનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો વીડિયો વાઇરલ થયો છે. વાહન ચાલક પાસેથી ૨૦૦૦ રૂપિયા લઇ ૧૫૦૦ પરત કરી રહ્યો હોય. તેવું વીડિયો સ્પષ્ટ દેખાય છે. કોન્સ્ટેબલે ૫૦૦ રૂપિયા લઇ ચાલકને રસીદ પણ ન આપી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)