રાજકોટ : નવાગામ રંગીલા સોસાયટીમાં ગટરના પાણી પ્રશ્ને બે પાડોશીઓ બાખડયા

નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા સવિતાબેન રમેશભાઈ કોળી નામના મહિલાએ ઘરની સામે રહેતા વલ્લભભાઈ બાલાભાઈ પલારિયા તેની પાટલા સાસુ રેખાબેન અને સાળી હંસાબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. કે ગત બપોરે તેઓ ઘરમાં હતા. ત્યારે રેખાબેન અને હંસાબેન ઘર બહાર દેકારો કરતા હોય હું તથા દીકરી આશા બહાર જોવા નીકળતા શુકામ દેકારો કરો છો તેમ કહેતા વલ્લભભાઈ હાથમાં તલવાર લઈને બહાર આવ્યા હતા. મને માથાના ભાગે અને છાતીના ભાગે એક-એક ઘા ઝીકી દીધો હતો. ત્યારે રેખાબેન અને હંસાબેન પણ ધોકાથી માર મારવા લાગ્યા હતા.
મારી દીકરી આશા વચ્ચે પડતા તેને પણ તલવારથી માર મારતા સાથળના ભાગે ઇજા થઇ હતી. કોઈએ ૧૦૮ને જાણ કરતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. ગટરના પાણી પ્રશ્ને ચાલતા ઝઘડામાં આ હુમલો કર્યો હોય. ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. જયારે વલ્લભાઇ પલારિયાએ પણ પોતાને ઝઘડો કરી સવિતાબેન ડાભીએ લાકડાના ધોકાથી માર માર્યો હોવાની રાવ સાથે હોસ્પિટલમાં દાખલ થતા તેની પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. બંને બનાવ અંગે પી.એસ.આઇ આર.કે.રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)