ઉપલેટામાં ૨૦ વર્ષથી અનેકવિધ સેવા કરતી સંસ્થા માનવસેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર દ્વારા ભગવતસિહ કન્યા શાળામાં વિનામુલ્યે નિદાન કેમ્પ

ઉપલેટા શહેરમાં અનેક વર્ષોથી માનવતાવાદી સેવા કાર્યો કરતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાના સુખાકારી માટે શ્રી રણછોડદાસ આશ્રમ રાજકોટ તેમજ શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આંખના ઓપરેશન તેમજ ચામડી રોગ નો પગના દુખાવાનો નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો. વિનામૂલ્યે આંખોના ઓપરેશન કેમ્પ તેમજ હરસ, મસા, ચામડી ને લગતા રોગોની સારવાર તેમજ નિદાન કરી આપવામાં આવેલ હતુ.આ સાથે આ કેમ્પમાં મોટી ઉંમરના કારણે વા, સાંધાના દુખાવા પગના દુખાવા, તેમજ બહેનોને કમરના દુખાવા માટેનો ફિઝિયોથેરાપી માટેનો પણ કેમ્પ રાખવામાં આવેલ.
આ કેમ્પમાં આધુનિક સાધનો દ્વારા પગ અને વા સાંધાના દુખાવા માટે સારવાર આપવામાં આવેલ. આ કેમ્પના દાતા તરીકે સ્વ સોનાયબેન જીવાભાઈ સોજીત્રાના સ્મારણાથે આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. હસ્તે.વલ્લભભાઈ જીવાભાઈ સોજીત્રા તેમજ પ્રભાબેન વલ્લભભાઈ સોજીત્રા કેમ્પના પ્રેરણા સ્ત્રોત અને અમેરિકામાં રહેતાં ગીરીશભાઈ સિણોજીયા તરફથી કેમ્પમાં આવેલ તમામ દર્દીઓને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવેલ હતી તેમજ કિસાન મંડપ સર્વિસના શાંતિલાલ ગજેરા ખાસ હાજર રહેલ. આ કેમ્પમાં ઉપલેટા શહેરમાં અનેક વર્ષોથી પોતાની વિવિધ ક્ષેત્રોમાં સેવા કાર્યો કરતાં અતિથિવિશેષ ને ખાસ આમંત્રિત કરવામાં આવેલ હતા.
ઉપલેટા શહેરમાં અનેક વર્ષોથી મુક સેવા કરતા રમેશભાઇ કરસનભાઈ પાનેરા નુ તેમજ પ્રોફેસર હીરાલાલ મોરીનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 248 દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી 135 દર્દીઓ આંખના113 દર્દીઓ હાથ પગ વા સાંધાના દુખાવા ના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી 37 દર્દીઓને આંખના ઓપરેશન માટે માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર માં જમાડી રાજકોટ ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટ ના લાલજીભાઈ રાઠોડ રમેશભાઈ આહુજા કેશુભાઇ સિણોજીયા, શાંતિલાલ ગજેરા, તેમજ જગદીશભાઈ બારૈયા તેમજ ભારત વિકાસ પરિષદના વિઠ્ઠલભાઈ સોજીત્રા તેમજ વજુભાઈ પરમારે ખાસ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)