ટોયોટા કિર્લોસ્કર મોટરે ઇનોવા ક્રિસ્ટાની લીડરશીપ એડિશન લોન્ચ કરી

ભારતીય એમપીવી સેગમેન્ટમાં અગ્રેસર હોવા તરીકે ટોયોટા કિર્લોસ્કર મોટરે આજે પોતાની ફ્લેગશીપ એમપીવી ઇનોવા ક્રિસ્ટાની લિમિટેડ એડિશન લોન્ચ કરીને પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. લીડરશીપ એડિશન તરીકે ઓળખાતી આ નવી ઇનોવા ક્રિસ્ટા ભારતમાં ઇનોવોના નિર્વિવાદિત નેતૃત્વના 15 વર્ષની ઉજવણી કરવા રજૂ કરવામાં આવી છે.
તેમાં ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને લક્ષ્યમાં રાખવા સાથે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે વધુ સારી કાર ડિઝાઇન પ્રદાન કરવાના ટોયોટાના ખ્યાલને જાળવી રાખવામાં આવ્યો છે. ઉન્નત ઇનોવા ક્રિસ્ટા અદ્ભુત ડિઝાઇન અને બેજોડ પર્ફોર્મન્સની સાથે-સાથે ઉત્તમ ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરે છે.
વર્ષ 2016 માં લોન્ચ કરાયેલી ઇનોવા ક્રિસ્ટા એમપીવી સેગમેન્ટમાં નિર્વિવાદ લીડર રહી છે અને તે લક્ઝુરિયસ ફીચર્સ, કમ્ફર્ટ, સેફ્ટી અને પાવરફુલ પર્ફોર્મન્સ માટે જાણીતી છે. આ ઉન્નત લીડરશીપ એડિશન પાવર અને લક્ઝરીનું મિશ્રણ છે, જેમાં દરેક ફીચર્સને કાળજીપૂર્વક સામેલ કરાયાં છે.
વ્હાઇટ પર્લ ક્રિસ્ટલ શાઇન સાથે એટિટ્યુડ બ્લેક અને વાઇલ્ડફાયર રેડ સાથે એટિટ્યુડ બ્લેક એમ બે આકર્ષક ડ્યુઅલ-ટોન એક્સટિરિયર કલર કોમ્બિનેશન સાથે ઇનોવા ક્રિસ્ટાની લીડરશીપ એડિશન સાચા અર્થમાં ઇનોવાની અભુતપૂર્વ ભવ્યતાના સ્તરને પ્રદર્શિત કરે છે. તેની અવિશ્વસનીય પ્રતિષ્ઠા સાથે ઇનોવા ક્રિસ્ટાની લીડરશીપ એડિશન અદ્ભુત કારીગરીનો નમૂનો છે, જે બેજોડ પર્ફોર્મન્સની ખાતરી આપે છે તથા ડિઝાઇન સાથે લક્ઝરી અને ક્લાસ સાથે પર્ફોર્મન્સના નવા ધોરણો સ્થાપે છે.
નવી ઓફરિંગ અંગે પ્રતિક્રિયા આપતાં ટોયોટા કિર્લોસ્કર મોટરના સેલ્સ એન્ડ સર્વિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કે, ઇનોવા ક્રિસ્ટા અદ્ભુત કમ્ફર્ટ, ડિઝાઇન અને બેજોડ સુરક્ષા ફીચર્સ સાથે ભારતીય પરિવારોમાં જાણીતી બની છે. અમારા મૂલ્યવાન ગ્રાહકોને કારણે ફેબ્રુઆરી 2020 માં અમે એમપીવી સેગમેન્ટમાં 50 ટકાથી વધુ હિસ્સા સાથે અગ્રેસર રહ્યાં છીએ.
અમારા ગ્રાહકોની પ્રતિક્રિયા સમજીને તેમને વધુ સારી કાર અને સેવાઓ પ્રદાન કરવા માટે અમે હંમેશા પ્રયાસરત રહીએ છીએ અને અમારું માનવું છે કે ઇનોવા ક્રિસ્ટાની લીડરશીપ એડિશન યોગ્ય સમયે આવી રહી છે, જે સારી ઓફરિંગ સાથે અમારા ગ્રાહકોના એકંદર અનુભવમાં વધારો કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, ટોયોટા ખાતે અમે ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતો પ્રત્યે મહત્તમ ધ્યાન આપીએ છીએ અને તેમને સારી, સુરક્ષિત અને સ્માર્ટ પ્રોડક્ટ ડિલિવર કરવા પ્રયત્નશીલ રહીએ છીએ. ઇનોવા ક્રિસ્ટાની લીડરશીપ એડિશન સાથે અમને વિશ્વાસ છે કે ગ્રાહકો નવા વર્ઝનનો આનંદ ઉઠાવશે, જે સંખ્યાબંધ ફીચર્સ ધરાવે છે અને તે ગ્રાહકોની રૂચિ અને પસંદગી મૂજબ ડિઝાઇન કરવામાં આવ્યાં છે.
ઇનોવા સેગમેન્ટમાં અગ્રેસર છે અને તેણે ભારતમાં વર્ષ 2005 માં લોન્ચથી નેતૃત્વ જાળવી રાખ્યું છે અને દેશમાં પસંદગની એમપીવી તરીકે જળવાઇ રહી છે. ટોયોટા કિર્લોસ્કર મોટર વિશ્વસ્તરીય ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરવા માટે વાહનોની ઉત્તમ શ્રેણી રજૂ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.