FedEx ઍક્સપ્રેસ એમઈઆઈએસએના પ્રેસિડન્ટે સ્ત્રી સશક્તીકરણ સિદ્ધાંતોને સમર્થન આપવા સીઈઓ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કર્યા

FedEx ઍક્સપ્રેસ એમઈઆઈએસએના પ્રેસિડન્ટે સ્ત્રી સશક્તીકરણ સિદ્ધાંતોને સમર્થન આપવા સીઈઓ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
Spread the love

FedEx કૉર્પ. (NYSE: FDX) ની સબસિડિયરી અને વિશ્વની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની FedEx ઍક્સપ્રેસે જાહેરાત કરી છે કે મિડલ ઈસ્ટ, ભારતીય ઉપખંડ અને આફ્રિકા ક્ષેત્ર માટેના FedEx ઍક્સપ્રેસના રિજનલ પ્રેસિડન્ટ જૅક મુહ્સે મહિલા સશક્તીકરણ સિદ્ધાંતો (વુમન્સ ઍમ્પાવરમેન્ટ પ્રિન્સિપલ્સ) – સમાનતાનો અર્થ થાય છે વ્યવસાય (ઈક્વાલિટી મીન્સ બિઝનેસ) ને સમર્થન આપવા માટે સીઈઓ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ કૉમ્પૅક્ટ અને યુનાઈટેડ નેશન્સ વુમન દ્વારા સ્થાપવામાં આવેલા વુમન્સ ઍમ્પાવરમેન્ટ પ્રિન્સિપલ્સ સાત કાર્યોનો સમૂહ છે, જેનો સ્વીકાર કરી કાર્યસ્થળ પર તથા સમુદાયમાં લિંગ આધારિત સમાનતાને આગળ વધારવા પર કંપનીઓ પસંદગી ઉતારે છે. મુહ્સે સમર્થનના નિવેદનનેસ્ટેટને ક્ષેત્રીય નેતૃત્વ તથા ટીમના સભ્યોની હાજરીમાં દુબઈ ખાતે સમર્થન આપ્યું હતું.

મુહ્સે જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે ટીમનો દરેક સભ્ય પોતાના વ્યક્તિગત અને વ્યાવસાયિક ધ્યેયોને પામવાને પાત્ર હોય છે. વુમન્સ ઍમ્પાવરમેન્ટ પ્રિન્સિપલ્સનું સમર્થન કરી ને અમે સફળતાપૂર્ણ અને વૈવિધ્યતાપૂર્ણ કાર્યસ્થળ વાતાવરણ વિકસાવવાના અમારા પ્રયત્નોને ટકાવી શકશું, એવું વાતાવરણ જેમાં ટીમના તમામ સભ્યોને સહભાગી થવાની તથા સફળ થવાની શક્યતા અને તક મળી રહે છે.”

મૅકેન્ઝી ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટના અહેવાલમાં જણાવાયું છે કે જો લિંગ સમાનતાને સુદૃઢ બનાવવામાં આવે તો 2025 સુધીમાં વૈશ્વિર જીડીપીમાં અમેરિકન ડોલર 12 ટ્રિલિયનનો ઉમેરો કરી શકાય એમ છે, કાર્યસ્થળે લિંગ સમાનતામાં સુધારો લાવવામાં કંપનીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે એ સમજાયું હોવાથી વુમન્સ ઍમ્પાવરમેન્ટ પ્રિન્સિપલ્સને અમલમાં લાવવા FedEx કટિબદ્ધ છે.

કાર્યસ્થળ પર સમાન તકો, વૈવિધ્સભર પ્રતિભાને આકર્ષિત કરીને તથા લિંગ આધારિત પક્ષપાતથી મુક્ત હોય એવી સકારાત્મક ટીમ વર્તણૂંકને આકર્ષિત કરી આ દિશામાં FedEx આગળ વધવા માગે છે. કંપનીના હૃદયમાં લોકો-સેવા-નફોની ફિલસૂફી સાથે, FedEx સંસ્થામાં તથા તેની બહાર એમ બંને જગ્યાએ લિંગ સમાનતાની દૃઢ સમર્થક છે, અને 2019 માં ફૉર્બ્સ મેગેઝિન દ્વારા તેને વૈશ્વિક સ્તરે વિવિધતા માટે બેસ્ટ ઍમ્પેલોયર્સમાંથી એક જાહેર કરવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!