આયુષ આનંદ, ઝી ટીવીના ‘તુજસે હૈં રાબતા’ માં પ્રવેશ્યો

ઝી ટીવીનો પ્રસિદ્ધ કાલ્પનિક શો તુજસે હૈં રાબતાએ તેની સકારાત્મક અલગ વાર્તાલાઈન છે, જે એક દિકરી કલ્યાણી (પાત્ર કરી રહી છે રીમ શૈખ) અને તેની સાવકી માતા અનુપ્રિયા (પાત્ર કરી રહી છે, પૂર્વા ગોખલે) ની વચ્ચે વિકસતા એક અલગ સંબંધની વાર્તા છે, જેને દર્શકોના દિલ જીતી લીધા છે. હાલના ટ્રેકમાં ઘણા વણાંકો આવ્યા છે, જ્યાં સમગ્ર પરિવાર આશ્ચર્યમાં છે કે, કલ્યાણી રચિતના બાળકની માતા બનવાની છે અને અથર્વ (શગુન પાંડે) જે મસ્તાનીના વેશમાં છે, તે મલ્હાર (સેહબાન આઝીમ) અને કલ્યાણીની સામે તેનો બદલો લેવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. આ બધા જ નાટકને જોતા, જોડી તેના દિકરાને મોક્ષને એક જીવલેણ બિમારીમાંથી બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે, જ્યાં તેની સામે એકમાત્ર એવી વ્યક્તિ આવે છે, જે તેમની મદદ કરી શકે છે, જે છે, ત્રિલોક મરાઠે (આયુષ આનંદ).
ત્રિલોક મરાઠે, એ ફાર્મા કંપનીનો વગદાર માલિક છે અને તેની આસપાસના લોકોની સાથે વાત કરવાની તેની એક અલગ જ સ્ટાઈલ છે. મલ્હાર, મલ્હાર કાયદાને પોતાની હાથમાં લેતા જરા પણ ડરતો નથી અને જો કોઈ તેની સાથે ખોટું કરે તો, તે વ્યક્તિને યોગ્ય સજા આપવી જોઈએ. તે સુહાનાનો પિતા છે અને તેને જોતી દરેક બાબત પુરી પાડે છે, પરંતુ તેનો જોઈતો ભાવુક સપોર્ટ નથી આપી શકતો. કારણ કે, તેને એવું લાગે છે તેની મુંગી દિકરીની પરિસ્થિતિ માટે જવાબદાર એ જ છે. કલ્યાણી-મલ્હારના જીવનની એક નવી આશા જ એ છે. કારણ કે, તે એકમાત્ર એ દાનવીર છે, જેનો બોર્નમેરો મોક્ષને મળે છે અને મલ્હાર તથા કલ્યાણી જેવા માતા-પિતાના જીવનનું આશાનું કિરણ છે.
ઝી ટીવી પર જોધા અકબરના 6 વર્ષ બાદ પરત આવવા અંગે ચર્ચા કરતા, આયુષ કહે છે, “મને શો અને સેટ દ્વારા અત્યંત હુંફાળો આવકાર મળ્યો છે. સહ-કલાકાર, ડિરેક્શન, પ્રોડક્શન ટીમ બધા જ ખૂબ જ સારા, મહેનતુ છે અને હું દર્શકોની સામે નવો વણાંક લાવવા માટે ખરેખર પ્રેરિત છું. ત્રિલોકનું પાત્ર અત્યંત ગ્રે શેડ ધરાવતું પાત્ર છે અને તે તેના લાગણીશીલ પડકારોને છુપાવે છે. તે મુખ્ય પાત્રના જીવનમાં ઘોંઘાટ ઉભો કરવા માટે પ્રતિબદ્ધ છે. મને આ પાત્ર એટલું ગમે છે કે, હું તેને મારા 100 ટકાથી પણ વધુ પવા માટે પ્રયત્ન કરી રહ્યો છું અને મારા ચાહકો તેને જોઈને શું પ્રતિસાદ આપશે એ જોવા માટે હું અત્યંત ઉત્સાહિત છું.”
શું કલ્યાણી અને મલ્હાર, ત્રિલોકને તેના બોનમેરો દાન કરવા માટે મનાવી શકશે અને મોક્ષને બચાવી શકશે ? ‘તૂજસે હૈં રાબતા’ દર સોમવારથી શુક્રવાર, સાંજે 8.30 વાગે ઝી ટીવી પર !