ધાનેરામાં હેર કટીંગની દુકાનો ચાર દિવસ માટે બંધ રાખવાનો સ્વેચ્છાએ નિર્ણય

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં નાઈ સમાજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. નાઈ હેર કટીંગ એસોસિએશન દ્વારા ધાનેરા શહેરમાં હેર કટીંગની દુકાનો ચાર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી લઈને 26 માર્ચ સુધી હેર કટીંગની દુકાનો બંધ રહેશે કોરોનાં મહામારીનો લઈને તંત્ર એલર્ટ પર છે ત્યારે નાઈ સમાજના હર કટીંગ કરતા ભાઈઓ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ચાર દિવસ પોતાના ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બનાસકાંઠાના ધાનેરા શહેરના કેટલાય લોકો રાજ્ય અને દેશના મહાનગરોમાં રહે છે તેમાંથી મોટા ભાગના લોકો ધાનેરા આવ્યા છે અને મોટી સંખ્યામાં હેર કટીંગની દુકાન ઉપર આવતા હોય છે ત્યારે હેર કટીંગની દુકાનદારો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે બહારના લોકોનું હેર કટીંગ કરવામાં આવે.
કોરોનાનો ચેપ ફેલાય તો ધાનેરા શહેરના કેટલાય લોકો કોરોના અસરગ્રસ્ત થઈ શકે છે તેથી જ ધાનેરામાં હેર કટીંગ એસોસિએશન દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે હેર કટીંગ ની દુકાનમાં કામ કરનાર કારીગર રોજ કમાઈ છે અને રોજ ખાય છે છતાં પણ આ મહામારીમાં હેર કટીંગની દુકાનવાળએ બંધ રાખીને લોકોને સુરક્ષા માટે આગળ આવ્યા છે તો બીજી તરફ હેર કટીંગના દુકાનદારો દ્વારા તંત્રને આગ્રહ પણ કરવામાં આવ્યો છે કે ધાનેરા શહેરમાં બહારથી લોકો આવી રહ્યા છે આ લોકો શહેરમાં ફરી રહ્યા છે તો આવા લોકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે બીજી તરફ હેર કટીંગ એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રભાઈએ જણાવ્યું હતું કે કોરોનાંને લઈને આજથી લઈને ચાર દિવસ એટલે કે ૨૬મી માર્ચ સુધી ધાનેરા શહેરમાં હેર કટીંગ ની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.