ઉપલેટામાં જિલ્લા કૌશલ્ય વર્ધન કેન્દ્ર અને ગાર્ડીયન ઓફિસરના સહયોગથી કોરોના વાયરસથી બચવા વિનામૂલ્યે માસ્ક વિતરણ

હાલમાં આપણા દેશની પરિસ્થિતિ કોરોના વાયરસને લઈ ખૂબ કઠિન થતી જાય છે અને સરકાર દ્વારા પણ આના માટે તકેદારી જાળવવા લોકોને આહવાન કરવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર તાલીમ અને રોજગાર વિભાગ ગાંધીનગર સંચાલિત જિલ્લા કૌશલ્ય વિભાગ રાજકોટના ગાર્ડીયન ઓફિસરના માર્ગદર્શન હેઠળ KVK સ્ટાફ દ્વારા 10000 માસ્ક તૈયાર કરાવી જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં જેમાં સરકારી હોસ્પિટલ, તાલુકા પંચાયત. નગરપાલિકા, ITI, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી જેવી તમામ ઓફિસોમાં જ્યાં આમ જનતાની અવર જવર જોવા મળે ત્યાં જઈને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું હતું અને લોકોને કોરોના વાયરસની તકેદારીરૂપે વધુમાં વધુ કાળજી રાખવી અને સરકારના નિયમોનું સખ્તપણે પાલન કરવા પણ જણાવ્યું હતું.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)