ઘોઘંબા સજ્જડ બંધ

આજરોજ ઘોઘંબા ગામમાં રાજગઢ પોલીસ પી.એસ.આઇ ગોહિલ સાહેબ તથા રાજગઢ પોલીસ સ્ટાફ દ્વારા કોરોના જાગૃતિ અનુસંધાને ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું. ઘોઘંબા ગામ ના વેપારીઓ દ્વારા આજે પણ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખી પરંતુ માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવેલ. રાજગઢ પોલીસ પી.એસ.આઇ દ્વારા ગામના લોકોને કોરોના વાયરસ વિશે માર્ગદર્શન આપ્યું અને ચાર જન ભેગા ન થવું એની અપીલ કરી.