સુરતના હરિભક્તો કથા સાંભળવા હરિદ્વારમાં ફસાયા

સુરતઃસૌરાષ્ટ્ર અને સુરતથી હરિદ્વાર કથા સાંભળવા ગયેલા વડીલો કોરોનાના કારણે ફસાઈ ગયા છે 15મી માર્ચના રોજ વડીલો ટ્રેન મારફતે હરિદ્વાર પહોંચ્યા હતા બાદમાં કથા સાંભળી અને 22મીના રોજ રિટર્ન ટીકિટ હતી. પરંતુ તે જ દિવસે જનતા કર્ફયુ થયુ અને ટ્રેનો તથા વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. જેથી આ તમામ શ્રોતાઓ માટે એક ધર્મશાળામાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો કે, વડીલોની ડાયાબિટીસ અને બીપી સહિતની દવાઓ થઈ રહી છે તેમજ કરિયાણું પુરતું ન હોવાથી દિવસમાં એક જ વાર જમવાની વ્યવસ્થા થઈ રહી છે.હરિદ્વારમાં ફસાયેલા ગોપાલભાઈ રમેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે અમે ટ્રેન મારફતે 15મીએ હરિદ્વાર પહોંચી ગયા હતાં.હરિદ્વારમાં કથાકાર ગણપત બાપાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના ભય વચ્ચે અમારી રિટર્ન ટીકિટ 22મીની હતી. 21મી સાંજ સુધી અમને ટ્રેન ઉપડવાની ખાત્રી હતી. પરંતુ મોદીએ જાહેરાત કરી જનતા કર્ફ્યુની અને બાદમાં ટ્રેન બંધ થતાં સમગ્ર દેશ લોક ડાઉન થઈ જતા અમે અહીં ફસાઈ ગયા છીએ.