માનવતાની જ્યોત જલે છે : ભાડુ અને ભોજન ભેટમા

- આને કહેવાય માનવતા, 8 લકઝરી બસ મફત મોકલી આપી..
કોરોના વાયરસ ના લીધે સુરત થી આવતા લોકો જેની પાસે ગાડી પણ નહોતી, ગાડી ભાડું પણ નહોતું, આવા લોકો ચાલીને પોતાના વતન મહુવા રાજુલા ઉના આવી રહ્યા હતા. અંદાજે 1000 લોકો આજે સવારે તળાજા આવી પહોંચીયા હતા, વાહન ગાડીનો મળતી હોય એ લોકો ચાલીને આવતા જોઈ, ભૂમિ ટ્રાવેલ્સ ના માલિક રાજદીપસિંહ ઝાલા 5 બસ તેજમ બલર ટ્રાવેલ્સ ના માલિક ચેતનસિંહ સરવૈયા 1 બસ તેમજ તન્વી ટ્રાવેલ્સ માલિક પ્રદીપસિંહ સરવૈયા 2 બસ આ 3 મિત્રો પોતાની કુલ 8 બસ સાવ ફ્રી માં આપી તેમજ 1000 લોકોને ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપી. આ લોકોને પોતાના વતનમાં પહોંચાડવા ની વ્યવસ્થા કરી આપી ખૂબ સરસ કામગીરી કરી હતી.
માહિતી : રામભાઈ ખુમાણ