ગુજરાતમાં કોરોના કેસ વધશે સચિવ જયંતિ રવિનું નિવેદન

ગુજરાતમાં કોરોના કેસ વધશે સચિવ જયંતિ રવિનું નિવેદન
Spread the love

ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, ગુજરાતીઓને લોકડાઉનનો વ્યવસ્થિત અમલ કરવાની ખાસ જરૂર છે. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું રાખો. આજથી ઈન્ક્યુબેશન પીરિયડ્સ ચાલુ હોવાથી કેસ વધવાની પુરી શક્યતા છે. જયંતિ રવિએ આગળ વાત કરી કે, હજુ 5 એપ્રિલ સુધી કેસ વધવાની પુરી સંભાવના છે.

હાલમાં 993 સેમ્પલમાંથી 938 નેગેટિવ આવ્યા છે જે એક સારા સમાચાર પણ છે. 8000થી વધુ વેન્ટિલેટર્સ હાલ ઉપલબ્ધ છે. તેમજ ગુજરાતમાં N95 માસ્કની અછત નથી એટલે એ પણ સારુ છે. હાલમાં ગુજરાતમાં 53 પર સંખ્યા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 18, રાજકોટમાં 8, વડોદરામાં 8 કેસ, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે, ભાવનગર અને કચ્છમાં એક – એક પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 3 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.

unnamed.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!