ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો વધ્યા

ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો વધ્યા
Spread the love

અમદાવાદ: રાજ્યમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે આ આફત વચ્ચે એક રાહત પણ મળી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં પોઝીટીવ દર્દીઓ ને સાંજા કરીને હવે ઘરે મોકલવામાં આવશે. અમદાવાદમાં એક મહિલા પોઝીટીવ દર્દીને ૧૦ દિવસને સારવાર આપ્યાં બાદ તેના બે વખત રીપોર્ટ કરાવીને નેગેટિવ આવ્યાં બાદ તેને આખરે રજા આપીને ઘરે મોકલવામાં આવી છે. બીજી બાજુ વડોદરામાં પણ હવે બીજાં ત્રણ જેટલા દર્દીઓ સાજાં થઇ રહ્યાં હોવાનું જાણવા મળે છે.

ગુજરાત અને અમદાવાદમાં પ્રથમ સાજાં થયેલા કોરોના વાયરસની મહિલા પોઝીટીવ દર્દીને શહેરની એસવીપી

હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ૩૪ વર્ષીય મહિલા દર્દીને ૧૮ માર્ચે દાખલ કરવામાં આવી હતી. ૧૦ દિવસની કાળજીપૂર્વકની સારવાર બાદ તેનો ૨૪ કલાકમાં બે વાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. જોકે અમદાવાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ આવતા આંકડો ૨૧ પર પહોચ્યો છે. રવિવારે સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું હતું.

આ વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પણ પીડાતો હતો. જ્યારે શનિવારે રાત્રે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતા ૪૬ વર્ષીય મહિલાનું મોત થયું હતું. દરમિયાન રાજ્યના આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે ૧૪ દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

09.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!