મોડાસાના ૨૨ યાત્રાળુઓ ઉત્તર પ્રદેશના સરહાનપુરમાં ફસાયા

મોડાસાના ૨૨ યાત્રાળુઓ ઉત્તર પ્રદેશના સરહાનપુરમાં ફસાયા
Spread the love

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓ ના ૨૨ જેટલા પ્રણામી સંપ્રદાય સાથે સાંકળયેલા યાત્રાળુઓ પ્રણામી સંપ્રદાયના ઉત્તર ભારતમાં આવેલ તીર્થસ્થાનો પર ભક્તિ યાત્રાએ ગયા હતા. દેશમાં કોરોના વાયરસ ની મહામારી ના પગલે ૨૨ જેટલા યાત્રાળુઓ છેલ્લા લોકડાઉનના પગલે ઉત્તર પ્રદેશના સરહાનપુર જિલ્લાના સરસવા ખાતે આવેલ પ્રાણનાથ જ્ઞાનપીઠ છેલ્લા છ દિવસથી ફસાતા તેમને રહેવા જમવા અને પરત લાવવા માટે મોડાસા તાલુકા સંઘના અધ્યક્ષ અરૂણભાઇ પટેલ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા એ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની વિનંતી કરી છે.

ભિલોડા તાલુકાના નાંદોજ અને મોડાસા તાલુકાના સરડોઈ, મેઢાસણ, જીતપુર, દધાલીયા અને સાબરકાંઠા જિલ્લાના ઇડર ના ગોરલ ના ૨૨ જેટલા યાત્રાળુઓ તારીખ ૧૧ માર્ચ ઉત્તર પ્રદેશના શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠ ખાતે દર્શનાર્થે ગયા હતા ઉપરોક્ત યાત્રાળુઓ તારીખ ૨૩ માર્ચ નું બુકિંગ કરાવી રેલવે માર્ગે પરત ફરવાના હતા પરંતુ દેશમાં કોરોના વાઈરસના પગલે મહામારી સર્જાતા દેશમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થતા ઉપરોક્ત યાત્રાળુઓ છેલ્લા ૬ દિવસથી સરહાન પૂરમાં ફસાયેલા છે.

યાત્રાળુઓ પૈકી મોટાભાગના ૧૫ જેટલા યાત્રાળુઓ સિનિયર સિટીઝન છે અને તેમાં મહિલાઓનો સમાવેશ થાય છે દેશમાં ૨૧ દિવસના લોકડાઉનનો અમલ થતાં વાહનવ્યવહાર અને રેલ્વે માર્ગ બંધ કરાતા ઉપરોક્ત યાત્રાળુઓ હાલ પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસવા નકુલ રોડ સરસવા જિલ્લો સરસપુર યુપી ખાતે આશરો લઇ રહ્યા છે યાત્રાળુઓ ગુજરાત ખાતે ફોનથી સતત સંપર્ક કરી જમવા અને મેડીકલ સેવા ની વ્યવસ્થા થાય અને ગુજરાત પરત લાવવા માટે વિનંતી કરી રહ્યા છે.

011.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!