કોરોનાના ભય વચ્ચે વાગડની ધરા ધૃજી
- ભચાઉ પાસે ૩.૨ની તીવ્રતા સહિત ભૂકંપના બે આંચકા નોંધાયા
ભુજ : કોરોના વાયરસે વિશ્વભરમાં મચાવેલાં કાળા કેર વચ્ચે કચ્છના સીમાવર્તી વાગડની ધરા વધુ એકવાર ૩.૨ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધૃજી ઉઠી હતી. ગત શનિવારના સાંજે ૫.૩૭ કલાકે ભચાઉથી ૧૧ કિલોમીટર કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રીસર્ચ દ્વારા જણાવાયું છે કે, ભચાઉની પશ્ર્ચિમે લુણવા અને મોટી ચીરઈ વચ્ચે આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. તેના એકાદ કલાક અગાઉ ૪.૫૦ કલાકે દુધઈ નજીક ૨.૩ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.લોકડાઉનને પગલે ઘરમાં પુરાયેલા લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો.