સુરત જિલ્લાના તમામ 16 લોકોના રિપોર્ટ નેગેટીવ
દિલ્હીના નિઝામુદીના ખાતે યોજાયેલ તબલગી સમાજની જમાતમાં ગયેલા લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવતા દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જેને લઇને સરકારે તમામ રાજયોને આ જમાતમાં જનારાઓની જે લિસ્ટ મોકલાવાયુ હતુ. તેમાં સુરત જિલ્લાના 37 વ્યકિતઓના નામો હતો. સુરત જિલ્લા આરોગ્ય વિભાગે આ તમામના નામોનું વેરિફિકેશન કર્યા બાદ જમાતમાં ગયેલા ૧૬ ને સરકારી કવોરેન્ટાઇનમાં મોકલી આપ્યા હતા. જયારે તેમની સાથે સંર્પકમાં આવનારા સાત વ્યકિતઓને હોમ કવોરેન્ટાઇનમાં રખાયા છે.
આમ તમામ 23 જિલ્લા આરોગ્યની દેખરેખમાં છે. ત્યારે સુરતના સમરસ હોસ્ટેલના સરકારી કવોરેન્ટાઇનમાં રહેલા આ 16 ના સેમ્પલો લઇને તપાસ માટે લેબમાં મોકલી આપ્યા હતા. લેબમાંથી રિપોર્ટ આવતા તમામનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો. આ તમામ ને 14 દિવસ સુધી સરકારી કવોરેન્ટાઇનમાં રખાશે. અને અંતે ફરી એકવાર તેમની કોરોના વાયરસની તપાસ થશે. તપાસના અંતે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે. આમ દેશભરમાં જે હાહાકાર મચ્યો છે. તેમાં સુરત જિલ્લાના તબલગી સમાજના 16 વ્યકિતઓને રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.