લોકડાઉન 66 હજાર FIR દાખલ 10 હજાર વાહન જપ્ત
દિલ્હી પોલીસ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન ઉલ્લંઘનના આરોપમાં દિલ્હી પોલીસે 66 હજાર લોકો વિરૂદ્ધ દિલ્હી પોલીસ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. તેમાં 3350 વિરૂદ્ધ આઈપીસીની ધારા 188 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે 10 હજાર વાહનોને જપ્ત કર્યા છે. જ્યારે ક્વોરન્ટાઈનનો ઉલ્લંધન કરવાના આરોપમાં 40 લોકો વિરૂદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
આ જાણકારી દિલ્હી પોલીસના પીઆઈઓ એમએસ રંધાલાએ આપી છે. કોરોના વાયરસના ખતરાને જોતા આખા દેશને 21 દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એવામાં જે જ્યાં છે તેમને ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ તે બાદ અમુક લોકો એવા પણ મળ્યા જેમણે લોકડાઉન અને દિલ્હી પોલીસના દિશા નિર્દેશોનું પાલન નથી કર્યું. જેમના વિરૂદ્ધ પોલીસે કડક વલણ દાખવતા કેસ દાખલ કર્યો છે.