અમેરિકાના પ્રમુખે પીએમ મોદી પાસે માંગી આ મદદ

અમેરિકાના પ્રમુખે પીએમ મોદી પાસે માંગી આ મદદ
Spread the love

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર મચ્યો છે. ત્યારે અમેરિકાનાં સૌથી વ્યસ્ત ન્યુયોર્કમાં તો 01 લાખ કરતાં પણ વધુ કેસ નોંધાયા છે, જે આખા દેશમાં સૌથી વધુ છે. અહીં અત્યાર સુધીમાં ૩ હજાર મૃત્યુ થયા છે. ન્યુયોર્ક રાજ્યના મુખ્ય શહેર ન્યુયોર્કની સ્થિતિ પણ ગંભીર છે. ન્યુયોર્ક રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ ૫૬૨ મૃત્યુ નોંધાયા છે. અમેરિકામાં મોટી સમસ્યા સરકાર દ્વારા અપાતી વિરોધાભાસી સૂચના અંગેની પણ સર્જાઈ છે. કેમ કે ટ્રમ્પ કોઈ અલગ પ્રકારની સૂચના આપે છે, જ્યારે તબીબી નિષ્ણાતો વળી જૂદા પ્રકારની સૂચના રજૂ કરે છે. અમેરિકાના ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન વિભાગે માસ્ક પહેરવાની સૂચના આપી છે, પણ ટ્રમ્પ એ માનવા તૈયાર નથી.

કોરોના વાયરસને કારણે વિશ્વમાં સૌથી વીકટ પરિસ્થિતી અમેરિકામાં સર્જાઈકોરોના વાયરસને કારણે વિશ્વમાં સૌથી વીકટ પરિસ્થિતી અમેરિકામાં સર્જાઈ છે. જેથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાત કરીને તેમને અમેરિકાની મદદ કરવા માટે કહ્યું છે. ટ્રમ્પે હાઈડ્રોઓક્સિકલોરોક્વીન ટેબલેટ તેમના દેશવાશીઓ માટે મોદી પાસેથી માગી છે.અને સાથેજ તેમણે એવું પણ કહ્યું કે હુ પણ આ ટેબલેટનું સેવન કરીશ.ટ્રમ્પે કહ્યું કે ભારત ભારે માત્રામાં આ દવાનું ઉત્પાદન કરે છે. જેથી તેઓ આ દવા અમને આપશે તો અમે આભારી રહીશું.અને બંને દેશોએ ભેગા મળીને કોરોના સામે લડવા માટે ચર્ચા કરી હતી.

વિશ્વનાં જમાદાર અમરિકામાં કોરોનાવાયરસનો હાહાકાર મચ્યો
અમેરિકા અત્યારે માસ્કની આડેધડ ખરીદી કરવા નીકળી પડયું છે. યુરોપના કેટલાક દેશોએ આક્ષેપ લગાવ્યો હતો કે અમેરિકાને માસ્ક ખરીદીનું ગાંડપણ સવાર થયું છે. એટલે જે કંપનીઓ પાસેથી અમારે માસ્ક લેવાના છે, એ કંપનીઓને પણ અમેરિકા વધારે પૈસા આપીને માસ્ક ખરીદી રહ્યું છે. જર્મની-ફ્રાન્સ વગેરે યુરોપિયન દેશોનું કહેવું છે કે અમેરિકાનું આ પગલું સબંધો બગાડનારું છે. અમેરિકી અધિકારીઓએ પણ સ્વિકાર્યું હતું કે જે કિંમત આપવી પડે એ આપીને અમે માસ્ક અને અન્ય મેડિકલ સામગ્રી ખરીદી રહ્યાં છીએ

4.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!