જેણે ક્યારેય ટ્રેનની મુસાફરી પણ નથી કરી જમાતિયોની લિસ્ટમાં તેનું પણ નામ
દિલ્હીના નિઝામુદ્દીન, મરકજ ખાતે આયોજિત તબલીગી જમાતના જલસાએ દેશમાં કોરોના વાયરસ ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. અત્યાર સુધીમાં, 600થી વધુ જમાતિઓમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. કોરોનાના સંક્રમણના ભયને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે આવા મોબાઇલ નંબરોની સૂચિ બહાર પાડી છે. જે આ પ્રક્રિયા દરમિયાન નિઝામુદ્દીનમાં મરકજમાં રહ્યા હોવાની આશંકા છે. તેમાંથી 1350 નામ ગુજરાતના પણ છે. ગુજરાતના જે લોકોના નામ આ લિસ્ટમાં છે તેમાં પાંચ નામ ઉત્તર ગુજરાતના અરવલી જિલ્લાના છે. આ સંખ્યામાં ત્રણ સીઆઈએસએફના જવાનોના છે.
1 નંબર હિતેશ પરમાર અને તેના પિતા કાંતિભાઇના નામે છે. પાંચમો નંબર જે વ્યક્તિના નામે છે તે પશ્ચિમ બંગાળથી દિલ્હી મરકજમાં ગયો અને ત્યાંથી અરવલ્લી આવ્યો હતો. જેમાંથી હિતેશ અને તેના પિતા કાંતિભાઇના નામે જે નંબર છે તેમાં ગરબડ થયાનું સામે આવ્યું છે. હકિકતમાં કાંતિભાઈનું 20 વર્ષ પહેલા અવસાન થયું હતું અને હિતેશ ક્યારેય ટ્રેનમાં બેઠો જ નથી. 29 વર્ષના હિતેશે એમ પણ કહ્યું હતું કે તેણે આ નંબરનો ઉપયોગ ઘણા સમય પહેલા બંધ કરી દીધો હતો.
આજ સુધી ટ્રેનમાં મેં મુસાફરી નહોતી કરી
હિતેશ અરવલ્લીના વ્રત્રક ગામમાં દરજીની દુકાન ધરાવે છે. તેણે કહ્યું કે, મેં આ નંબર લગભગ એક વર્ષ પહેલાં છોડી દીધો હતો અને આ સમયે બીજો નંબર વાપરી રહ્યો છું. હિતેશે કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી મારા, મારી પત્ની અને માતા માટે કોઈ દિવસ નથી આવ્યો જ્યારે પોલીસ, આરોગ્ય કર્મચારી અને ગામના સરપંચ અમારા ઘરે આવીને પૂછપરછ કરવા આવ્યા ન હોત. તેણે કહ્યું, ‘હું આજદિન સુધી ટ્રેનમાં મુસાફરી તો બાજુની વાત છે આજ સુધી ગામની બહાર ગયો નથી.
નંબરોની કોલ ડિટેઈલ મંગાવ્યા પછી તપાસ થશે
એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ત્રણ નંબર સીઆઈએસએફના જવાનોના નામ પર છે, એક હિતેશ પરમારના નામે છે અને પાંચમો નંબર બંગાળના રહેવાસીનો છે. જે દિલ્હી થઈને અરવલ્લી આવ્યો છે. અમે આ નંબરોની કોલ ડિટેઈલ પણ મંગાવી છે. જેના પછી અમે વધુ તપાસ કરીશું.