વિકાસ અધિકારી સામે સેક્સ્યુઅલ હેરેસમેંટનો ગુનો નોંધવા પોલીસ ને સૂચના
વડગામના તાલુકા વિકાસ અધિકારીની મુશ્કેલીમાં વધારો
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર છે ત્યારે બનાસકાંઠાનાં વડગામમાં શર્મસાર કરવાના સમાચાર સામે આવ્યા હતા. તેમાં એક નવો વળાંક સામે આવ્યો છે. બનાસકાંઠાના વડગામના તાલુકા વિકાસ અધિકારીની મુશ્કેલી વધી. વડગામના તાલુકાની એક તલાટીએ શારીરિક શોષણના અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી. આ મામલો હવે નેશનલ વુમન કમિશન સુધી પહોંચી ગયો છે.
બનાસકાંઠાના વડગામના તાલુકા વિકાસ અધિકારીની મુશ્કેલી વધી
રાષ્ટ્રીય મહિલા આયોગના ડિરેક્ટર લોકડાઉનને પગલે રૂબરૂ ન મળી શકાતા પીડિતા સાથે વીડિયો કોલ મારફતે વાત કરી હતી. પીડિત મહિલા તલાટીનું માનીએ તો તાલુકા વિકાસ અધિકારી ફરજ પર દારૂનું સેવન કરીને મહિલા તલાટીઓનું જાતિય શોષણ કરતો હોવાનો આરોપ લગાવયો હતો.
રાષ્ટ્રીય મહિલા આયોગના ડિરેક્ટરે તાલુકા વિકાસ અધિકારી સામે સેક્સ્યુઅલ હેરેસમેંટનો ગુનો નોંધવા પોલીસ તંત્રને સૂચના આપી
અત્યાર સુધીમાં આ શખ્સે અનેક મહિલા તલાટીઓને પોતાની હવસનો શિકાર બનાવી ચૂક્યો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.જેને પગલે રાષ્ટ્રીય મહિલા આયોગના ડિરેક્ટરે તાલુકા વિકાસ અધિકારી સામે સેક્સ્યુઅલ હેરેસમેંટનો ગુનો નોંધવા જિલ્લા પોલીસ તંત્રને સૂચના આપી હતી