ઉપલેટા નગર પાલીકાના સફાઈ કામદારોની કામગીરીની લોકોએ ખુબ જ પ્રશંસા કરી

ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન આરોગ્ય ચેરમેન તથા નગરપાલિકાના સદસ્ય શ્રીઓ તેમજ ચીફ ઓફિસર તથા સેનેટરી ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન તેમજ સુચના મુજબ શહેરને ફાલ્કન પ્રેશર મશીન દ્વારા શહેરના દરેક રોડ રસ્તા તેમજ શેરી ગલીઓ ને સેનેટાઈઝ કરવામાં આવી હતી શહેરમાં ઘનીષ્ઠ સફાઈ ઝુંબેશ કરવામાં આવે છે નિયમિત રીતે રોજ બરોજની જેમ સફાઈ કામદારો દ્વારા સવારે અને બપોર બાદ ગટર સાફ કરવી રોડ રસ્તા વાળવા તેમજ નગરપાલિકાના ટીપર વાન દ્વારા રોજ ડોર તું ડોર કચરો લેવા જેવા કાર્ય થાય છે દરેક સરકારી કચેરી બેંકો હોમ કોરન્ટાઈન કરેલ ઘર તેમજ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવે છે આવનારા દિવસોમાં મીથેનોલ ડી ડી ટી નો સ્પ્રે કરવામાં આવશે હાલમાં તમામ ગટરો તેમજ વોકળામાં દવાનો છટકાવ ચાલુ છે આ તકે ઉપલેટા માંથી હાલમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી આવા ઉમદા કાર્યથી તેમજ ઉપલેટા નગરપાલિકાના સફાઈ કામદારોની કામગીરીથી લોકો ખુબ જ ખુશ છે સફાઈ કામદારોની કામગીરીને લોકો બિરદાવી રહિયા છે.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)