ધાનેરાનાં સ્થાનિક તંત્રએ જનતાને કોરોના થી બચવા માટે અપીલ કરી

અત્યારે સમગ્ર દેશમાં કોરોના નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લો બાકાત હતો પરંતુ આજે બનાસકાંઠા જિલ્લામાંથી પણ બે કોરોના પોઝેટિવ કેસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ તંત્ર પણ દોડતું થયું છે ત્યારે આજે ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસર પુનમરામ ચૌધરી દ્વારા ધાનેરા વિસ્તારના લોકોને મીડિયા દ્વારા કોરોના થી બચવા માટે તેમજ વગર કામે ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી હતી.
ધાનેરાના પ્રાંત અધિકારી દ્વારા પણ લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો અને સાથે સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે વગર કામે ઘરથી બહાર નિકળવાનું ટાળવું અને ઘરમાં જ રહો સુરક્ષિત રહો અને નાછૂટકે બહાર નીકળવાનું થાય તો એક ડાયરી રાખો અને દિવસ દરમિયાન તમે કોને કોને મળ્યા તેની નોંધ કરો જેથી કરીને કોરોના વાયરસ સામે આપણે આસાનીથી લઈ શકીએ.