વિધવા મા તેના બીમાર દીકરાને રેંકડી માં લઇ ને જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી

જેતપુરમાં માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે આજે, એક વિધવા માં તેના બીમાર દીકરાને રેંકડી માં લઇ ને જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી, જેતપુરના ગાયત્રી મંદિર બાવાવાળા પરા પાસે રહેતી મીનાબેન તેના દીકરાને રેંકડીમાં લઈને રોડ ઉપર નીકળી પડી હતી. મીનાબેનનો દીકરા એક્સીડંટ થોડા સમય પહેલા થયું હતું અને તે સંપૂર્ણ પથારી વસ છે અને હાલી ચાલી નથી શકતો, મીનાબેનના પતિનું પણ અવસાન થઇ ચૂકેલ છે, ત્યારે આ વિધવા પોતાનું અને પરિવારનું ગુજરાન મજૂરી કરી ને કરતા હતા, ત્યારે હાલ કોરોના મહામારી ને લઇ ને સરકાર દ્વારા લોકડાઉન કરવા માં આવેલ છે જેને લઈને તમામ ધંધા રોજગાર બંધ છે જેની અસર આવા નાના પરિવાર ઉપર પડી છે.
હાલ આવા લોકો પાસે ધંધો ના હોય અને પૈસા ખૂટી ગયા હોય ઘર ચલાવવા નું મુશ્કેલ છે ત્યારે જો ઘર માં કોઈ બીમાર હોય તો દવા ના ખર્ચ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે, જેનો જીવતો જાગતો દાખલો આજે જેતપુર માં જોવા મળ્યો હતો, એક વિધવા માં એ પોતાના બીમાર દીકરા ના હોસ્પિટલે લાવવા માટે પૈસા ના હોય પ્રાયવેટ એમ્બ્યુલન્સ બોલાવી શકે તેમ ના હતા, જયારે તેવો એ સરકારી એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો તો એમ્બ્યુલન્સ હાજર ના હોવા નું જણાવેલ હતું, દીકરા નું દર્દ ના જોઈ શકતા આ વિધવા પોતાના દીકરા ને હોસ્પિટલે લઇ જવા માટે રેંકડી નો ઉપયોગ કરવો પડ્યો હતો, હોસ્પિટલે પહોંચ્યા બાદ જૂનાગઢ સિવિલ માં લઈ જવા માટે સગવડતા ના તેવો હેરાન થઇ રહ્યા હતા.
હરેશ ભાલીયા (જેતપુર)