કડીના પોલીસ જવાનોનુ તાળીઓ પાડી અને પુષ્પવર્ષા કરી સ્વાગત કરાયું

- કડીમાં ફ્લેગ માર્ચ દરમ્યાન લોકોએ ઘરમાંથી પોલીસ પર પુષ્પ વરસાવ્યા
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે ભયંકર હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકોની સેવામાં ચોવીસ કલાક ખડેપગે રહેતી પોલીસ ઉપર ફ્લેગ માર્ચ દરમ્યાન કડી માં સ્થાનિકોએ ઘરમાંથી પોલીસ કર્મચારીઓ ઉપર પુષ્પ વર્ષા કરી હોવાની વિગતો પ્રાપ્ત થયી છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ ને નાથવા લોકો ઘરમાં રહીને લોકડાઉન નું ચુસ્ત પણે અમલ કરી રહ્યા છે અને જેઓને કોરોના વોરિયર્સનું બિરુદ આપવામાં આવ્યું છે.
પોલીસ કર્મચારીઓ, સ્વાસ્થ્ય સૈનિકો અને સફાઈ કામદારો ચોવીસ કલાક ખડે પગે સેવા બજાવી રહ્યા છે ત્યારે કડી કરણનગર રોડ ઉપર આવેલ શિકાગો પાર્ક સોસાયટીમાં તથા ધરતી સીટીમા સરકારના જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવા માટે કડી પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી. પોલીસની ફ્લેગ માર્ચ દરમ્યાન પોલીસ પ્રજાના વલણ ઉપર આફરીન થયી ગયી હતી.પોલીસ ની ફ્લેગ માર્ચ દરમ્યાન મકાનના ધાબા પર હાથોમાં ફૂલો લઈ લોકોએ પોલીસ કર્મચારીઓ પર પુષ્પ વર્ષા કરીને તેમનું સન્માન કર્યું હતું અને તાળીઓ પાડી ને તેમના કામને બિરદાવ્યું હતું.