મેઘરજ તાલુકાની રાજગોળ પંચાયત ધ્વારા ગામમાં માસ્કનું વિતરણ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની રાજગોળ પંચાયત ધ્વારા ગામમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ ગામના સરપંચ દક્ષાબેન ભગોરા તેમજ જાગૃત યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.કોરોના વાઇરસ સામે લડવા ગ્રામ પંચાયત ધ્વારા વિના -મૂલ્યે માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોનાં સ્વાસ્થ ની સુરક્ષા માટે નિ:શુલ્ક માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માસ્ક બનાવવાનું કામ શ્રમદાનની પહેલ કરનાર બંન્ને પગે અપંગ હાથ થી ચાલતો ગામનો એક યુવાન ભરત ગામેતી જેમને ATS ગ્રુપ દ્વારા સેવા કરવાના પ્રેરણા લઇ આજે રાત દિવસ મશીન ચાલુ રાખી શ્રમ દાન કરે છે.
બીજા રૂપાભાઈ પારઘી/ અને એમના પુત્ર દિનેશભાઈ પણ નિસ્વાર્થ ભાવે સતત રાત દિવસ મશીન ચાલુ રાખી માસ્ક બનાવી રહ્યા છે. આ સેવા કરનાર ને તાલુકા પંચાયત સદસય નરેશ ડામોર સરપંચ શ્રી દક્ષાબેન નરેન્દ્રભાઈ ભગોરા ડેપ્યુટી સરપંચ કાલીદાસ કોટડ તલાટી મંત્રીના શૈલેષભાઈ પ્રજાપતિ ગ્રામ પંચાયત ના તમામ સભ્યો તથા સ્ટાફે ખુબ અભિનંદન પાઠવ્યા હતા.જેમના કાયઁ ના સહકાર થી આજે સસ્તા અનાજની દુકાને માસ્ક નું વિતરણ કર્યું હતું.તેમજ રાજગોળ નવાઘરા માં કોરોના સામે જાગૃતિ માટે ને સૂચના આપી હતી.રાજગોળ પંચાયત ધ્વારા કોરોના ને લઈ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે..
નરેશ ડામોર (અરવલ્લી)