હિંમતનગરના “આવો કોઈની મદદ કરીએ” ગ્રુપ ગરીબો-મધ્યમવર્ગ પરીવારો માટે અન્નનો કોઠાર બન્યુ

હિંમતનગરના આવો કોઈની મદદ કરીએ ગ્રુપ ગરીબો-મધ્યમવર્ગ પરીવારો માટે અન્નનો કોઠાર બન્યુ છે. ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ધ્વારા સાબરકાંઠા-અરવલ્લીમાં ૧૨,૫૦૦ કીટોનુ વિતરણ કરવામાં આવ્યુ તથા ગરીબોને સવાર-સાંજ જમાડવામાં આવે છે. ગરીબો, વિધવા, દિવ્યાંગો બાદ હાલ આ ગ્રુપ મધ્યમ વર્ગોની વ્હારે આવ્યુ છે. ગરીબ માંગી લેશે, અમીરને જરુર નથી, મુઝવણમાં મધ્યમવર્ગ છે, જેને આજ સુધી માંગ્યુ નથી, એ પરીવારોની હાલત કફોડી બની છે. ધીમે ધીમે પૈસા વગર ધીરજ પણ ધટવા લાગી છે, ધંધા રોજગાર બંધ છે… આવકનો કોઈ સ્ત્રોત નથી, એ આજની વાસ્તવિક્તા છે.
આવા સંકટ સમયે આવા પરિવાર માટે આવો કોઈની મદદ કરીએ ગ્રુપ આવા મધ્યમવર્ગની ચિંતા કરે છે. મધ્યમ વર્ગને કરીયાણા-કીટ લેતા સંકોચના થાય ફોટો પડે એની સરમીદગીના અનુભવે એ માટે માહીતી મળનાર મધ્યમવર્ગના પરીવારના ધરની બહાર કરીયાણા કીટ મુકવામાં આવે છે. ગ્રુપ ધ્વારા જીલ્લાની પોલીસને હેન્ડગ્લોસ-માસ્કનુ વિતરણ કરવામાં આવે છે. જીલ્લામાં પ્રથમ આ ગ્રુપે સેવા ચાલુ કરી હતી, અત્યારસુધી ગ્રુપે ફોટા મુક્યા એનો હેતુ લોકો સેવા કરવા પ્રેરાય એવો હતો, જે બધા ભાઈઓ અને ગ્રુપો-સંધઠનો એ પ્રેરાઈ જોડાયા એટલે એમનો હેતુ સાર્થક છે. મદદ આપેલા પરીવારની માહીતી ગુપ્ત રાખવામાં આવે છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)