જૂનાગઢમાં બહારથી આવતા લોકો હેલ્થ સ્ક્રીનીંગ નહીં કરાવે તો કાયદેસરના પગલાં : કલેકટર

Spread the love
  • લોકો પણ કંટ્રોલ રૂમને જાણકારી આપે

જૂનાગઢ : ગિરનારની છત્રછાયામાં સ્થિત જૂનાગઢ જિલ્લાના લોકોને શુભેરછા આપતા જિલ્લા કલેકટરે કહ્યું કે, લોકડાઉન ફેઇસ-1 નું બધા લોકોએ સારી રીતે પાલન કર્યું છે. કોરોના સામે આપણી લડત હજુ ચાલુ છે લોકડાઉન-2 આપણે 3 મે સુધી લંબાવ્યુ છે, જેનું ચોક્કસ પણે પાલન કરવાનું છે. જૂનાગઢ સદનશીબ છે કે, અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેશ નથી આવ્યો . પરંતુ હવે આપણે વધારે સાવચેતી રાખવાની જરૂર છે. જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ એક વિડિયો સંદેશ માં વધુમાં જણાવ્યું કે,થોડા દિવસો થી બીજા અસરગ્રસ્ત રાજ્યો કે જિલ્લાઓથી જૂનાગઢમાં આવવાની મુવમેન્ટ વધી ગઈ છે.

બહારથી આવતા આવા તમામ લોકોનું હેલ્થ સ્ક્રીનીંગ અને હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. જેના લીધે કોરોનાનું ટ્રાન્સમીશન થતું અટકાવી શકીએ એના માટે બહારથી જે લોકો આવે છે તેને અપીલ કરતા ક્લેક્ટરશ્રીએ કહ્યું કે, સેલ્ફ રિપોર્ટિંગ ફરજિયાત છે. સેલ્ફ રિપોર્ટિંગ ૧૦૭૭ કે હેલ્થ કંટ્રોલ ફોન ૦૨૮૫-૨૬૩૩૧૩૧ અથવા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર કરી શકાશે. સેલ્ફ રિપોર્ટિંગ કરાવવું કમ્પલસરી છે. આમ કરવામાં નિષ્ફળ જનાર સામે કાયદેસરના પગલાં પણ લઈ શકાશે.

વધુમાં ક્લેક્ટરશ્રીએ નાગરિકોને પણ અપીલ કરતાં કહ્યું કે,તમારી આસપાસ બહારથી આવેલ કોઈ નાગરીકે સેલ્ફ રિપોર્ટિંગ ના કરાવ્યું હોય અને એમ માનવાને કરાણ હોય તો કંટ્રોલ રૂમને જાણ કરીએ, તેમણે સૌ નાગરીકોને અપીલ કરતાં વધુમાં કહ્યું કે, આપણે સૌ સાથે મળીને સેલ્ફ રિપોર્ટિંગ સહિતની બધી બાબતોનું ધ્યાન રાખીએ તોજ જૂનાગઢ જિલ્લાને કોરોનાથી બચાવી શકીશું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!