રિઝર્વ બેન્કના બુસ્ટર ડોઝથી માર્કેટમાં તેજી આવશે ?

રિઝર્વ બેન્કના બુસ્ટર ડોઝથી માર્કેટમાં તેજી આવશે ?
Spread the love

લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને મોટો ઝટકો લાગ્યો છે. આ ઝટકો એટલો મોટો છે કે એમાં લાખ્ખો લોકોની નોકરીઓ જવાનો અંદેશો છે. આવામાં અર્થતંત્ર અને રોજગારને રાહત આપવા માટે રિઝર્વ બેન્કે બુસ્ટર ડોઝ આપ્યો છે અને બજારમાં રોકડ તરલતા વધારવા માટેની મોટી પહેલ કરી છે.કોરોના વાઇરસના રોગચાળાને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનને લીધે વિવિધ ક્ષેત્રોને ભારે નુકસાનને ભરપાઈ કરવા માટે રિઝર્વ બેન્કે કેટલીય જાહેરાતો કરી હતી.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ખાસ કરીને હાઉસિંગ કન્સ્ટ્રક્શન તથા મધ્યમ કકદના ઉદ્યોગોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેન્ક દ્વારા આ જાહેરાતોથી દેશના રોજગાર માર્કેટનો મોટું પ્રોત્સાહન મળવાની આશા છે. લોકડાઉનને કારણે અર્થતંત્રને લાગેલા ઝટકાને લીધે મોટા પ્રમાણમાં નોકરીઓ જવાની અપેક્ષા છે. આવામાં રિઝર્વ બેન્કની આ જાહેરાત રોજગાર બજાર માટે સંજીવનીનું કામ કરે એવી શક્યતા છે.એક લાખ કરોડ રૂપિયાનો બુસ્ટર ડોઝરિઝર્વ બેન્કે સિડબીને 15,000 કરોડ, નેશનલ હાઉસિંગ બેન્કને 10,000 કરોડ તથા નાબાર્ડને 25,000 કરોડ આપવાની જાહેરાત કરી હતી.

આ સિવાય રિઝર્વ બેન્કે થ્રી લોંગ ટર્મ રેપો ઓપરેશન 2.0ની શરૂઆત 50,000 કરોડથી થશે. આમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનન્સનો ફંડ મળશે.માર્કેટમાં તેજી આવશેટાર્ગેટેટ લોંગ ટર્મ રિપો ઓપરેશન્સ દ્વારા ક્રેડિટ સંસ્થાઓને ધિરાણ કરવામાં આવે છે. આના હેઠળ બેન્કોને લાંબા સમય માટે આકર્ષક શરતો પર ફન્ડિંગ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આનાથી બેન્કોને લોનો આપવામાં સુવિધા મળે છે તો અર્થતંત્રને ઋણ દેવા માટે પણ આ સારો સમય છે. ઉદ્યોગોની પાસે જેટલી રોકડની તરલતા હશે, તેટલી એમનો વિસ્તરણ થશે. પરિણામસ્વરૂપ રોજગારીમાં વધારો થશે.

રિવર્સ રેપો રેટ ઘટવાથી વધશે રોકડલોકોને લોનો લેવામાં સરળતા રહેશે. એટલા માટે રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટ 25 બેઝિસ પોઇન્ટ ઘટાડ્યો છે. હવે એ ચારથી ઘટીને 3.75 ટકા થયો છે. આની જોબ માર્કેટ પર સકારાત્મક અસર પડશે. બેન્ક હવે રિઝર્વ બેન્ક પાસે પોતાના પૈસા નહીં રાખે, કેમ કે રિઝર્વ બેન્ક હવે પહેલાં કરતાં ઓછું વ્યાજ આપશે. આનું પરિણામ એ થશે કે હવે બેન્કોની પાસે પર્યાપ્ત માત્રામાં રોકડ ઉપલબ્ધ રહેશે અને કંપનીઓ હવે નાણાં લઈને વિસ્તરણ કરી શકશે,

જેથી વધારાની જોબ પેદા થશે.બેન્કોને ડિવિડન્ડ આપવા પર પ્રતિબંધરિઝર્વ બેન્કે સ્પષ્ટ કહ્યું છે કે બેન્કો હવે તેમના નફામાંથી ડિવિડન્ડ નહીં આપે. જેથી બેન્કો પાસે મૂડી વધશે, જેથી હવે બેન્કો ઉદ્યોગોને ધિરાણ કરી શકશે. બેન્કો જેટલી વધુ લોનો ઉદ્યોગોને આપશે, જેનાથી ઔદ્યોગિક કામકાજમાં વધારો થશે. જેને પરિણામે જોબ માર્કેટમાં તેજી આવશે 50,000 કરોરિઝર્વ બેન્કે નોન બેન્કિંગ ફાઇનાન્સિંગ કંપનીઓ તથા માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સન દ્વારા 50,000 કરોડ આપવાની જાહેરાત કરી હતી.

આનો સૌથી મોટા લાભ નાના ઉદ્યોગો અને વેપારીઓને મળશે. દેશમાં સૌથી વધુ લોકો અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે અને આ ક્ષેત્રને મોટા ભાગની લોનો મળે છે, એટલે નાના વેપારીઓની પાસે જેટલી વધુ રોકડ હશે, તેટલું એ લોકો કંપનીનું વિસ્તરણ કરશે. જેનાથી વધુથી વધુ લોકોને નોકરીઓ મળશે.નાબાર્ડ, સિડબી અને એનએચબીને 50,000 કરોડહાલમાં ગ્રામીણ કૃષકો અને ગ્રામીણ પરિવારોને નાબાર્ડ અને સિડબી દરેક સંભવિત સહાયતા અને માર્ગદર્શન કરી રહી છે તથા સમયાંતરે આર્થિક છૂટ પણ પ્રદાન કરે છે. રિઝર્વ બેન્ક દ્વારા 50,000 કરોડ મળવાથી બેન્કો વધુ ને વધુ લોન આપવા પ્રેરાશે. જેનાથી ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીને પ્રોત્સાહન મળશે અને ખેડૂતોની સ્થિતિ સુદ્રઢ થશે.કોમર્શિયલ રિયલ્ટી પ્રોજેક્ટ લોન એક્સટેન્શનરિઝર્વ બેન્કે કોમર્શિયલ પ્રોજેક્ટની લોનને એક વર્ષ માટે એક્સટેન્શન આપ્યું છે. એનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટી રાહત મળી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા છે.

એટલા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તરલતા વધારવા માટે પણ જોબ માર્કેટ પર સાનુકૂળ અસર પડશે. રેપો રેટમાં કોઈ બદલાવ નથીરિઝર્વ બેન્કે રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નથી અને એનમે 4.40 ટકાએ યથાવત્ રાખ્યો છે. પાછલા કેટલાક ત્રિમાસિકના રેપો રેટનો આ સૌથી નીચલો સ્તર છે.જરૂર પડી તો ઓર TLTRO-2રિઝર્વ બેન્કોએ સ્પષ્ટ કર્યું છે કે જો સિસ્ટમમાં રોકડની ખેંચ છે અને બેન્ક વધુ TLTRO જારી કરશે. આમાં ઉદ્યોગોને લોનો આપવા માટે વધુ રોકડ ઉપલબ્ધ થઈ શકશે.

content_image_3821053c-ab8a-4530-890a-f1dbc349cc3f.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!