કેવી રીતે WHO ને મળે છે ફંડીંગ ?

કેવી રીતે WHO ને મળે છે ફંડીંગ ?
Spread the love

નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. વિભિન્ન દેશો પોતાની રીતે આ મહામારી સામે લડી રહ્યા છે અને આ બીમારી સામે લડવા માટે દેશોને વધારે ધનની જરુર છે. ત્યારે આવા સમયમાં આશાનું કિરણ WHO દેખાય છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દ્વારા WHO ને થતું ફંડિંગ રોકી દીધું છે. WHO ને પૈસા આપનારા લોકોમાં સૌથી વધારે યોગદાન અમેરિકાનું રહે છે.

યોગદાન કુલ ફંડિંગનું 14.67 ટકા જેટલું હતું બાદમાં WHO સામે આર્થિક સંકટ આવી શકે છે. ત્યારે આવામાં એ જાણવું જરુરી છે કે કેવી રીતે WHO નું ફંડિંગ કરાય છે? WHO માટે ચાર રીતે ફંડિંગ કરવામાં આવે છે, જેમાં મૂલ્યાંકન યોગદાન, નિર્દિષ્ઠ સ્વૈચ્છિક યોગદાન, કોર સ્વૈચ્છિક યોગદાન અને પીઆઈપી યોગદાનનો સમાવેશ થાય છે WHO ની વેબસાઈટ અનુસાર, મુલ્યાંકન યોગદાનમાં સંગઠનના સભ્ય બાકી રકમની ચૂકવણી કરે છે. પ્રત્યેક સભ્ય દેશ દ્વારા કરવામાં આવનારી ચૂકવણીની ગણતરી દેશના ધન અને જનસંખ્યાની સાપેક્ષ કરવામાં આવે છે.

સ્વૈચ્છિક યોગદાન સભ્ય દેશો અથવા અન્ય ભાગીદારોથી આવે છે.તો કોર સ્વૈચ્છિક યોગદાન અંતર્ગત ઓછા ફંડિંગ ગતિવિધિઓને સંસાધનોના સારા પ્રવાહથી લાભાન્વિત કરવા અને તત્કાલ મુશ્કેલીના સમયમાં ફંડિંગ કરવામાં આવે છે. જ્યારે પેનડેમિક ઈંફ્લૂએંઝા પ્રિપેયર્ડનેસ યોગદાનને 2011 માં શરુ કરવામાં આવ્યું હતું. આ સંભવિત મહામારીમાં સુધાર અને વિકાસશીલ દેશોની વેક્સીન અને અન્ય મહામારીની આપૂર્તિમાં વૃદ્ધીને વધારવા માટે શરુ કરવામાં આવ્યું હતું. તાજેતરના વર્ષોમાં WHO ના મૂલ્યાંકન યોગદાનમાં ઘટાડો નોંધાયો છે.

p081vxbp.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!