દિયોદરમાં દૂધ મંડળીઓ પર બનાસ ડેરીના ફિલ્ડ સ્ટાફ દ્વારા સાવચેતી રાખવા અનુરોધ

- કોરોના વાયરસને લઈ તમામ દૂધ મંડળીઓ સેનેટ્રાઇજ કરવામા આવી
- દિયોદર તાલુકાની દરેક દૂધ મંડળીઓના દૂધ ગ્રાહકો દ્વારા સ્વેચ્છાએ ઉદાર હાથે પીએમ /મુખ્યમંત્રી રાહત ફંડમાં 68 લાખ થી વધુનું દાન પણ આપવામાં આવ્યું
રાજ્ય માં કોરોના વાઇરસ ની મહામારી છે જેમાં બનાસકાંઠા જિલ્લા માં પણ કોરોના વાઇરસ પ્રવેશતા લોકો હવે સાવચેતી રાખી રહ્યા છે જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીના દિશા સૂચન થી બનાસ ડેરી ફિલ્ડ સ્ટાફ દ્વારા દિયોદર તાલુકાની દૂધ સહકારી મંડળી ઓ પર દૂધ ગ્રાહકોને એક મીટરનું અંતર રાખી દૂધ ભરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ દૂધ મંડળીઓ દ્વારા દરેક દૂધ ગ્રાહકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું છે જેમાં બનાસડેરીનો ફિલ્ડ સ્ટાફ ગામો ગામ જઇ દૂધ ગ્રાહકોને એક સાથે ના બેસવું અને દરેક દૂધ મંડળી પર સાફ સફાઈ રાખવી અને જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવે છે દૂધ મંડળી પર સેનેટરી spray bottle નો પણ ઉપયોગ કરવામાં આવી રહો છે દૂધ સંઘના ફિલ્ડ સ્ટાફ દ્વારા જીવના જોખમે પણ દૂધ ગ્રાહકોમાં જાગૃતતા આવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ આ ફિલ્ડ સ્ટાફ રાત દિવસ આ કામગીરી કરી રહ્યો છે તેમજ દરેક દૂધ મંડળીઓમાં ફિલ્ડ સ્ટાફ દ્વારા કોરોના વાયરસથી બચવા અને સ્વચ્છતા રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.
રિપોર્ટ : કિશોર નાયક (બનાસકાંઠા)