રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-અરવલ્લી દ્વારા માસ્ક બનાવવાની કામગીરી

અરવલ્લી : દેશમાં હાલ કોરોનાનો કહેરની મહામારી વિશ્વ હચમચી ગયું છે ત્યારે દરેક વ્યક્તિને માસ્કની જરૂરતો ઉભી થઈ છે બજારો માં અને મેડિકલ દુકાનો માં માસ્ક ની તંગી વર્તાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયતના જીલ્લા વિકાસ અધિકારી ડોકટર અનિલ ધામેલીયા અને જિલ્લા શિક્ષણ સમિતિ, અરવલ્લી દ્વારા પ્રથમ ચરણ માં તાત્કાલિક કાપડના 1,00,000 (એક લાખ) ઉપરાંત માસ્ક બનાવવાના નું આયોજન હાથ ધર્યું છે આ માટે અરવલ્લી ડીપીઈઓ શ્રી એ. કે. મોઢ (જિલ્લા શિક્ષણ સમિતિ, અરવલ્લી) અને નાયબ ડીપીઓ સમીરભાઈ પટેલના આહવાનથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-અરવલ્લી એ માસ્ક બનાવવાની કામગીરી સ્વીકારેલ છે.
જે અંતર્ગત જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા કાપડ પુરું પાડવામાં આવતાં તેની સિલાઇ કરાવી માસ્ક બનાવવાની જવાબદારી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-અરવલ્લી એ જવાબદારી સ્વીકારી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કપરા સમયમાં અને આપત્તિના સમય દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા પ્રયત્નશીલ રહેતું હોય છે. ત્યારે સંગઠન દ્વારા 20,000 (વીસ હજાર) માસ્ક બનાવવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કાર્ય માં જિલ્લાના શિક્ષક મિત્રોનો સહયોગ મેળવીને માસ્ક બનાવવા માટે દરજી ભાઈઓના સંપર્ક કરી ને માસ્ક બનાવવા જિલ્લા પ્રમુખ મિનેષભાઈ પટેલ સતત પ્રયત્નશીલ રહી.
રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રો. ડો. જગદીશભાઈ પ્રજાપતિ, પ્રો. ડો. ગોપાલભાઈ પટેલ, પ્રો ડો એ એમ શ્રોફ, માર્ગદર્શક રાજેન્દ્રભાઈ પટેલ , તાલુકા અધ્યક્ષ રિતેશભાઈ પટેલ, વિજયભાઈ પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ શર્મા, રવિભાઈ પટેલ, ધર્મેશભાઇ પરમાર, જતીનભાઈ પટેલ, આશાબેન, ગાયત્રીબેન પંડયા અને સંગઠનના હોદ્દેદારોએ બજારોમાં દુર્લભ બનેલા માસ્ક બનાવડાવાના ભગીરથ કાર્યમાં જહેમત ઉઠાવી રહ્યા છે. ટૂંકા સમયમાં 15000 માસ્ક બનાવી સરકારી આઈ ટી આઇ મોડાસા ખાતે જમા કરાવેલ છે. હજુ પણ સેવાકીય કાર્યમાં સરકારને જરૂરતો હશે અને જણાવશે તો તમામ પ્રકારની સેવાઓ માટે અમારી ટીમ ખડેપગે તૈયાર છે તેમ ટીમે જણાવેલ છે.