સસ્તા અનાજની દુકાનો પર રેશનિંગ ચીજો લેવામાં લોકોના ટોળા અને લાંબી લાઈનો

અરવલ્લી : રેશન કાર્ડથી જીવન જરૂરિયાત વસ્તુઓને માટે સરકાર દ્વારા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની પંડિત દિનદયાલ અન્ન ભંડાર અને સસ્તા અનાજની દુકાને લાઈન જોતા આજની વિષમ પરિસ્થિતિ માં કોરોના ની મહામારી માટે આ બાબત ચિંતા ઉપજાવે છે. પરવાનેદાર દ્વારા આયોજનનો અભાવ જોવા મળ્યો છે રોજેરોજ દિવસ ના દર કલાકે કેટલા નંબર સુધીના ગ્રાહકો ને બોલાવવાના તે જાહેરાત અગાઉ થી કરીને બોલાવવામાં આવે તો આવી લાબી લાઇન ના થાય અને લોકો એ હેરાન- પરેશાન પણ ના થવું પડે સસ્તાં અનાજની દુકાનવાળા દુકાનદારોને વહીવટી તંત્ર દ્વારા આ અંગે ની જાણકારી પૂરી પાડવી જોઈએ.
ગ્રામ જનો એ પણ આ વ્યવસ્થામાં મદદ કરવા આગળ આવવું જોઈએ રાજ્ય સરકાર દ્વારા પ્રજા જનો ની મદદ માટે ખુબજ કાળજી રાખવામાં આવે છે ત્યારે ગ્રામજનોનો સહકાર પણ જરૂરી છે દરેક લાભાર્થીને સરકારની યોજનાનો લાભ મળવાનો છે ત્યારે એકસાથે આ રીતે બધાજ ઉમટી પડે તો અવ્યવસ્થા ઉભી થાય ત્યારે વ્યવસ્થા જળવાઇ રહે તેમાટે અને સામાજિક અંતર પણ જળવાઇ રહે તે માટે અમુક ચોક્કસ લોકોને એક પછી એકના ક્રમાંક દ્વારા બોલાવવામાં નહિ આવે તે ગંભીર બાબત છે. આ સમગ્ર બાબતે રાજ્ય સરકારે અને જિલ્લા વહીવટી તંત્ર યોગ્ય નિર્ણય કરી સતર્કતા રાખવા માટે આયોજન કરે અને સસ્તા અનાજની દુકાનમાં આવનારા ગ્રાહકોને આગોતરી જાણ કરી રોજ
સવારથી દર કલાકે કેટલા નંબર સુધીનાને રેશન લેવા આવવાનું છે તે અંગેની જાણકારી અગાઉ થી ગ્રામજનોને જાણકારી અપવી જોઈએ.
મહેન્દ્ર પ્રસાદ (અરવલ્લી)