લોકકાર્ય અર્થે જેતપુરની મુલાકાત લેતા સાંસદ શ્રી રમેશભાઈ ધડુક

કોરોના વાયરસ ના સંક્રમણને મહાત કરવા સમગ્ર દેશમાં લોક ડાઉન છે અને આ કોરોના થી સમગ્ર માનવ જાતિને બચાવવા સરકાર શ્રી દ્વારા અસરકારક પગલાં લેવાઇ રહ્યાં છે તેના તકેદારીરૂપે જેતપુર શહેર ની સાંસદ શ્રી રમેશભાઈ ધડુક એ લોકકાર્ય અર્થે મુલાકાત લીધી હતી
આ પ્રસંગે સાંસદ શ્રી રમેશભાઈ ધડુક એ જણાવ્યું હતું કે કોરોના ની મહામારી ના લોક ડાઉન સમયમાં લોકોની વ્યક્તિગત મુલાકાત લઇ જેતપુરના લોકો ની કોઈ મુશ્કેલીઓ હોય તો તે જાણવાનો મારો આ સંનિષ્ઠ પ્રયાસ છે અને કોરોના વાયરસ થી બચવા માટે લોક સમુદાય નિયમનું પાલન કરી રાષ્ટ્રના આ કાર્યમાં સહયોગી બની રહ્યા છે તેવા જેતપુરમાં મેં લોકોની અને વિવિધ સ્થળોની વ્યક્તિગત મુલાકાત કરી છે ત્યારે જેતપુર નો મુખ્ય સાડી ઉદ્યોગ છે તે વેલી તકે ચાલુ થઈ શકે તે અંગે પણ રજૂઆતો આવેલી હતી તે અનુસંધાને આજે રાજકોટ કલેકટરશ્રીને તેમજ સરકારમાં પણ ઘટતું કરવા મે એક સાંસદ તરીકે ભલામણ કરેલ છે. સાંસદ શ્રી રમેશભાઈ ધડુક એ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશન ના હોદ્દેદારો ની મુલાકાત લીધી હતી તેમજ સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરોની સ્થિતિ ની વિગત પણ જાણી હતી.
આ ઉપરાંત ઉદ્યોગપતિ શ્રી રાજુભાઇ હિરપરા, શ્રી મનસુખભાઈ ખાખરીયા, નગરપાલિકાના પ્રમુખશ્રી કુસુમબેન સખરેલિયા, સુરેશભાઈ સખરેલીયા, પુર્વ મંત્રીશ્રી જસુમતીબેન કોરાટ, તેમજ સામાજિક અગ્રણી શ્રી ઉમેશભાઈ પાદરીયા શ્રીજયસુખભાઇ પાદરીયા, અને શ્રી નાગજીભાઈ રામાણી ઉપરાંત ના નિવાસસ્થાને જઈ વ્યક્તિગત મુલાકાત કરી પ્રવર્તમાન વિગતો મેળવી હતી. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા કાર્યરત નવાગઢ રામૈયા હનુમાન રાહત સેવા રસોડા ની મુલાકાત અને શ્રી સુરેશભાઈ સખરેલિયા તેમજ શ્રી રમાબેન મકવાણા દ્વારા ચાલતા રાહત સેવા રસોડાની મુલાકાત પણ સાંસદ શ્રી એ લીધી હતી અને આ સેવા કાર્યમાં જોડાયેલા સેવાભાવી ઓને પણ સાંસદ શ્રી રમેશભાઈ એ કોરોનાવાયરસ સંક્રમણ અટકાવવા માટે લોક ડાઉન અને સોશિયલ ડિસ્ટન્સ નો જે નિયમ છે તેને જાળવીને દેશ અને માનવ કલ્યાણ માટે રાષ્ટ્રધર્મ નિભાવવા અપીલ કરેલ. જેતપુરની સાંસદ શ્રી ની મુલાકાત સમયે શ્રી બટુકભાઈ પાંભર. અને શ્રીવિપુલભાઈ સચાણીયા. શ્રીરામભાઈ ખાચરિયા, શ્રી રમેશભાઈ જોગી તેમની સાથે રહ્યા હતા.
કશ્યપ જોશી (રાજકોટ)