કપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં 100 જરૂરિયાતમંદ લોકોને ઘરે ઘરે ભોજન પહોંચાડવામાં આવે છે

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં છેલ્લા 13 દિવસથી “માનવ સેવા એજ પ્રભુ સેવા” ગ્રુપ દ્વારા મોટીઝેર ગામના તથા બહારના રાજ્ય ના 100 જેટલા લોકોને સવારે અને સાંજે બંને સમયે ઘરે ઘરે ફરીને ભોજન ઉગરાવી તથા અમુક દિવસે દાતાશ્રી તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોને ઘરે ઘરે ભોજન પહોંચાડવામાં આવે છે.
આ સેવાના કાર્યમાં ગામના માજી સરપંચ જ્યોતિષકુમાર રસિકલાલ શાહ, એમ.ડી.શાહ હાઇસ્કુલના મંત્રી રમેશભાઈ પટેલ,દર્શનભાઈ પંચાલ, માજી સભ્ય વિશાલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ(ચકાભાઈ), ભદ્રેશભાઈ બારોટ, જસવંતભાઈ ઝાલા, નટુભાઈ વાળંદ, હસમુખભાઈ બારોટ(લાલાભાઈ),હિરેનભાઈ વાળંદ,પ્રકાશભાઈ બારોટ, હરેશભાઈ બારોટ, તરંગભાઈ પટેલ, રવિભાઈ વાળંદ, મૌલિકભાઈ શાહ, સિદ્ધાર્થભાઈ શાહ,પ્રાંસુભાઈ શાહ, તથા 20 થી વધુ કાર્યકર્તાઓ દ્વારા આ સેવાનું કાર્ય કરવામાં આવે છે , ગામના માજી સરપંચશ્રી જ્યોતિષકુમાર શાહ એ જણાવ્યુ હતુ કે, આ સેવાના કાર્યમાં ગામલોકો જે સાથ અને સહકાર આપે છે તેમનો હું અને અમારા તમામ કાર્યકર્તાઓ આભાર વ્યક્ત કરીયે છીએ અને આ સેવા અવિરતપણે ચાલુ રહેશે.
તસ્વીર/અહેવાલ : ભવ્ય શાહ (ખેડા)