મોડાસાના બાયલ ગામની અંદર કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગ્રામજનોએ નિયમ બનાવ્યા

અરવલ્લી : વિશ્વમાં કોરોના મહામારી માં મહાસત્તાઓ પણ આજે હોફી ગઈ છે ત્યારે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં તો કેવા હાલ થાય તેમાટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગમચેતી ના ભાગ રૂપે દેશ ની જનતા ને લોકડાઉન કરી દીધા છતાં અન્ય દેશોની સરખામણી માં ભારત માં કોરોનાના કેસ સામાન્ય જેવા છે જેમાં મોટા ભાગે શહેરમાં અને ગામડાઓમા કેટલાક જાગૃતિ લાવવાનો અને સરકારને સહકાર આપવા માટે કેટલાક નિયમો ગામમાં ગ્રામજનો એ જાતેજ બનાવ્યા તે ગામ મોડાસા તાલુકાના બાયલ ઢોખરોલમાં કઈક આવું કર્યું.
- ગામ ની અંદર બહાર ની કોઈ પણ વ્યક્તિ ને પ્રવેશ પર પ્રતિબન્ધ
- તમામ રસ્તાઓ બન્ધ કરી ગામ માં પ્રવેશ માટે એક જ રસ્તો બનાવવામાં આવ્યો
- ગામ ના સ્વયં સેવકો ની અલગ અલગ ૩ ટિમો દ્વારા ગામ ના મુખ્ય પ્રવેશ દ્વાર પર સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે
- જાહેર જગ્યા ઓ ઉપર પણ સંપૂર્ણ પ્રતિબન્ધ
- કામ સિવાય બિનજરૂરી કોઈ પણ વ્યક્તિ ધ્યાન માં આવે તો તેને ગ્રામ પંચાયત દ્વારા દંડ ની જોગવાઈ કરવામાં આવી છે
- જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ લાવવા માટે સવારે 8 થી 12 નો સમય નક્કી કરેલ છે
- ગ્રામજનો ને શાકભાજી લેવા માટે અન્ય કોઈ જગ્યા એ ના જવું પડે એ માટે ગામ ના જ ખેતરો માંથી તાજાં શાકભાજી ની વ્યવસ્થા
- ખેતી ના કામકાજ માટે અવર જવર પર કોઈ રોક ટોક નથી
- માસ્ક પહેર્યા સિવાય ઘર ની બહાર નીકળવા પર પ્રતિબંધ,, અને જો કોઈ માસ્ક સિવાય નજરે ચડે તો દંડ ની જોગવાઈ
- રાત્રે પણ સ્વયં સેવકો ની ટિમ બાયલ ના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉપસ્થિત રહી ફરજ બજાવે છે
- ગામ ની કોઈ વ્યક્તિને જીવન જરૂરિયાત ની વસ્તુઓ ની જરૂર જણાય તો હોમ ડીલીવરી ની પણ વ્યવસ્થા
- જો દરેક ગામમાં જાતેજ આવા કડક નિયમો બનાવે અને સરકાર અને પ્રશાસને સહકાર આપે તો સો ટકા કોરોના વાયરસ ને કયાંક ભૂલો પડયા નો અહેસાસ થાય.