ધાનેરા : અહેવાલ બાદ સ્થાનિક ધારાસભ્ય સહિત સંસ્થાઓ પણ આગળ આવી

વિવિધ સંસ્થાઓ દ્વારા કોઈ ભૂખ્યું ન સૂએ તે માટેના મોટા મોટા દાવા કરી રહી હતી. ક્યારેક અમારી ટીમ દ્વારા રાત્રિના સમયે રિયાલિટી ચેક કરવા માટે નીકળ્યા હતા અને ત્યાં કંઈક નવુ જાણવા મળ્યું કે થાવર ગામે ૬૦ જેટલા પરિવારના ૩૦૦ જેટલા લોકો ભૂખ્યા સુતા હતા સમગ્ર ઘટનાને લઇ સમગ્ર અહેવાલ બહાર પાડતા આજે સ્થાનિક ધારાસભ્ય સહિત કેટલીક સંસ્થાઓ આગળ આવી છે વહેલી સવારે ધાનેરાના ધારાસભ્યએ તમામ લોકોની મુલાકાત લીધી હતી અને જમવા માટેની વ્યવસ્થા કરવાની તજવીજ હાથ ધરી છે.
થાવર ગામની નારાયણ ફાઉન્ડેશન દ્વારા તમામ બાળકોને રસોડાની કીટ આપવામાં આવી હતી અને વધુમાં વધુ કીટ આપવા માટેની પણ ખાતરી આપવામાં આવી હતી ત્યારે ધારાસભ્યએ પણ આ સંસ્થાનો આભાર માન્યો હતો. નારાયણ સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા તમામ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી હતી અને આવનારા સમયમાં તેમને મુશ્કેલીના પડે તે માટે વધુ કીટ આપવા માટેની પણ ખાતરી આપી હતી ત્યારે આ તમામ પરિવાર ને જમવાની સુવિધા મળી જતા આ પરિવારના લોકોએ મીડિયાનો અને કીટ આપનારનો આભાર માન્યો હતો.